MANTAVYA Vishesh/ શું પાક. ભારત સામે પાક. પરમાણુ શસ્ત્રોનો પ્રયોગ કરવાનું હતું ?

ભારતના પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર ઓપરેશન સિંદૂરના સ્વરૂપમાં કરવામાં આવેલા પ્રહાર પછી પાકે. પણ વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે સ્થિતિ વણસી હતી. હવે તો બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે, પણ હવે આ યુદ્ધવિરામને લઈને પડદા પાછળ અને યુદ્ધના મેદાનમાં અનેક ખેલ ખેલાયા હતા હવે તે ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે.

Mantavya Vishesh

ભારતના પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર ઓપરેશન સિંદૂરના સ્વરૂપમાં કરવામાં આવેલા પ્રહાર પછી પાકે. પણ વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે સ્થિતિ વણસી હતી. હવે તો બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે, પણ હવે આ યુદ્ધવિરામને લઈને પડદા પાછળ અને યુદ્ધના મેદાનમાં અનેક ખેલ ખેલાયા હતા હવે તે ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે.

તેમા ભારતે પાક.ના 11 એરબેઝ ખતમ કર્યા તે સૌથી મહત્વનું પગલું હતું. કોઈને પણ થાય કે આ એરબેઝ ખતમ કરવાનો ફાયદો શું અને તેના કારણે પાક.ને કેવો ફટકો પડ્યો, ભારતે કઈ વ્યૂહાત્મક ગણતરી સાથે આ એરબેઝ ઉડાવ્યા. આ ઉપરાંત બીજો સવાલ પણ એ ઉદભવે કે આતંકવાદી કેમ્પોથી આગળ જઈને પાક.ની બીજી કોઈ પોસ્ટ કે ચોકી નહીંને એરબેઝ જ કેમ ઉડાવ્યા.

આ અંગે એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના આ હવાઇમથક સુક્કુર એરબેઝ પાક.ના પરમાણુ શસ્ત્રોનું વહન કરવા માટે આ બંને મહત્વના મથક માનવામાં આવે છે.  હવે આના પગલે સવાલ તે ઉદભવે છે કે પરમાણુ શસ્ત્રોનું વહન કરનારા એરપોર્ટ પર ભારતે હુમલો કેમ કર્યો, શું પાકિસ્તાન ભારત પર કોઈ પરમાણુ હુમલાની તૈયારી કરતું હતું? ભારતને તેની માહિતી મળી જતાં ભારતે સેટેલાઇટથી ટ્રેકિંગ રાખીને તેના બંને એરપોર્ટ પર હુમલો કરીને તેની પરમાણુ શસ્ત્રોની વહન કરવાની ક્ષમતા જ ખતમ કરી દીધી. આમ ભારતીય લશ્કરે પાકિસ્તાનની પરમાણુ હુમલો કરવાની અને પરમાણુ શસ્ત્રોનું વહન કરવાની ક્ષમતાને ગંભીર ફટકો પહોંચાડ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

આમ પાકિસ્તાનના છેક પરમાણુ શસ્ત્રોના મથક સુધી હુમલો કરવાની ભારતની ચોકસાઈ જોઈને પાકિસ્તાન ફફડી ગયું હોવાનું માનવામાં આવે છે. આમ ભારતે પાક.ના પરમાણુ મથકોની નજીક હુમલા કરીને રીતસરની જબરદસ્ત સાઇકોલોજિગલ ગેમ રમી છે, જેણે પાક. પર જબરદસ્ત પ્રભાવ છોડ્યો છે. સુકુમાર એરબેઝ પાક.ના સુરક્ષિત મનાતા પરમાણુ મથકોના ગોદામોની જોડે આવેલું છે. ભારતના હુમલામાં આ બંને બેઝ સામેલ હતા.  તેથી ભારતે પાક. પર હુમલા માટે તે બે ખાસ સ્થળોની પસંદગી કરી જે પરમાણુ હુમલો કરવા માટે પરમાણુ શસ્ત્રો લાવવા લઈ જવાની ક્ષમતા ધરાવતા હતા. તેની સાથે તે પરમાણુ મથકોની જોડે હતા.

અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ 9મી મેના રોજ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પાક.ની કોઈ ખતરનાક યોજનાને લઈને ગુપ્ત જાણકારી શેર કરી. તેમનો સંકેત પરમાણુ શસ્ત્રોના ઉપયોગને લઈને મનાય છે. આનો સીધો અર્થ એમ કરી શકાય કે પાક. જો પરમાણુ હુમલો કરવા ઉતાવળું હતું તો તે આવું કંઇ કરે તે પહેલા ભારતીય મિસાઇલ તેના પરમાણુ મથકો સુધી પહોંચી ગયા હતા તે પણ હકીકત છે.

પાક.ના આ વ્યૂહાત્મક એરપોર્ટને ઘેરીને ભારત જે રીતે મિસાઇલ હુમલા કરી રહ્યુ હતુ તેના કારણે પાક.ને પણ ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક તેના પરમાણુ શસ્ત્રો કે બોમ્બ અહીં જ ફાટી ગયા તો સ્થિતિ વધુ ખરાબ થશે. જો વિશ્વને લાગશે કે પાક. પોતાના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા કરવા સક્ષમ નથી તો અમેરિકા તો તેના શસ્ત્રો પડાવી લેવા રાહ જોઈને જ બેઠું છે.

ભારતે પાકિસ્તાનની મિસાઇલ હુમલાની તૈયારીઓનો રિયલ ટાઇમ ટ્રેક રાખ્યો. આ બતાવે છે કે ભારત પાસે સેટેલાઇટ, માનવીય અને સિગ્નલ્સ એમ ત્રણેય પ્રકારના જાસૂસી તંત્રો સક્રિય હતા. આ એ પણ સંકેત આપે છે કે ભારતને પાકિસ્તાનની પરમાણુ લોન્ચ પેટર્ન, સ્થળો અને એસઓપીની સંપૂર્ણ જાણકારી હતી. આમ પાક.ના પરમાણુ શસ્ત્રો ભારતની નજર હેઠળ હતા, તેની જરાસરખી પણ મૂવમેન્ટ ભારતની નજર બહાર ગઈ ન હતી. તેની જરાજેટલી મૂવમેન્ટ જોતાં ભારત પાક. પર ત્રાટક્યું હતું. આ બાબતે ભારતની પાક.ના પરમાણુ શસ્ત્રોની ટ્રેકિંગની ક્ષમતા પણ દર્શાવી દીધી છે.

અમેરિકન જાસૂસી સંસ્થાઓ 10મી મેના રોજ ભારતને જણાવ્યું હતું કે પાકિસ્તાને તેના કેટલાક પરમાણુ શસ્ત્રોને સલામત સ્થળોએ ફરીથી ગોઠવવાના શરૂ કરી દીધા હતા.  આ હિલચાલ અસામાન્ય રીતે ઝડપી અને અસંગઠિત હતા. હવે જો પાકિસ્તાન તેની સૌથી સંવેદનશીલ સંપત્તિને ઉતાવળમાં એક સ્થળથી બીજા સ્થળે લઈ જઈ રહ્યું છે તો તેનો સીધો અર્થ એમ થાય કે તેને લાગી રહ્યું છે કે ભારતની પહોંચ આ સ્થળો સુધી છે કે તે ત્યાં હુમલો કરી શકે છે.

આમ પાક.ના પરમાણુ મથકો સુધી હુમલા કરીને ભારતે રીતસરનું પાક.ને ડરાવી દીધું છે, તેના લીધે હવે જો પાક. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારતું હોય તો તે પણ સંભાવના અહીં ભારતે ખતમ કરી દીધી છે. પાક. વિચારીને પરમાણુ હુમલો કરે તે પહેલા ભારતે તેની પરમાણુ શસ્ત્રોની વહન કરવાની ક્ષમતા જ ખતમ કરવાની ક્ષમતા કેળવી લીધી છે. તેમા પણ ભવિષ્યમાં તો પાક.ની તુલનાએ ભારત પાસે વધારે સારા શસ્ત્રો હશે.

પાક.ને ભારત પાસેથી આ પ્રકારના પ્રીસીઝન સ્ટ્રાઇકની કલ્પના ન હતી. ભારતની તૈયારીઓ પાક. સામે પરંપરાગત યુદ્ધમોરચા ઉપર તો છે જ, પણ હવે તો પાક.ના પરમાણુ શસ્ત્રો પણ ભારતની રેન્જની અંદર છે. આ એરપોર્ટ પર હુમલો તે એક રીતે વારંવાર પરમાણુ શસ્ત્રોની ધમકી આપતા પાક. પર થયેલો હુમલો છે. કદાચ પાક. હવે ફરીથી આ પ્રકારની ધમકી આપવાનું નામ  આ હુમલાના પગલે નહીં લે. ભારતની આટલી હદ સુધીની તૈયારી અને ટ્રેક રાખવાની ક્ષમતાનો અહેસાસ પાક.ને થઈ ગયો છે. ભારત આ સાથે પાક.ની દરેક પ્રકારની લશ્કરી હિલચાલનો ટ્રેક રાખવાની ક્ષમતા પણ વિકસાવી રહ્યુ છે, જે ભાવિ સંઘર્ષમાં જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી