MANTAVYA Vishesh/ દુશ્મનોના છક્કા છોડાવતી રશિયાની S500 મિસાઇલ સિસ્ટમ

ભારતે પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારત પર વળતો મિસાઇલ અને ડ્રોન એટેક કર્યો. ભારત પાસે રશિયા પાસેથી ખરીદેલી S400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે પાક.ના એકપણ મિસાઇલ કે ડ્રોનને સફળ ન થવા દીધું.

Mantavya Vishesh

ભારતે પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારત પર વળતો મિસાઇલ અને ડ્રોન એટેક કર્યો. ભારત પાસે રશિયા પાસેથી ખરીદેલી S400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે પાક.ના એકપણ મિસાઇલ કે ડ્રોનને સફળ ન થવા દીધું. તેણે હવામાં જ પાક.ના બધા મિસાઇલ અને ડ્રોનને તોડી પાડ્યા. એકપણ ડ્રોન કે મિસાઈલ ભારતના શહેરો પર ત્રાટકી ન શક્યુ. પાકિસ્તાન જમ્મુથી લઈને કચ્છ સુધી ભારતના 35 શહેરોને નિશાન બનાવ્યા હતા, પણ ભારત પાસેની S400 રશિયન એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમે બધા હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. આમ રશિયન એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે ભારતીય શહેરોને પાક.ના કોઈપણ પ્રકારના ડ્રોન કે મિસાઇલ હુમલા સામે અભેદ્ય બનાવી દીધા છે.

હવે આ જ રશિયાએ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S500 પ્રોમિથિયસ વિકસાવી છે. આ મિસાઇલ સિસ્ટમ અંગે રશિયાનો દાવો છે કે તે અત્યાધુનિક હાઇપરસોનિક મિસાઇલને પણ હવામાં જ ધ્વસ્ત કરી શકે છે.  વિશ્વની ગમે તેવી મિસાઇલ આ મિસાઇલ સિસ્ટમની પક્કડમાંથી છટકી શકતી નથી. રશિયાએ તેની આખી રેજિમેન્ટ બનાવી છે. તેના કારણે ભવિષ્યમાં યુરોપ કે અમેરિકા તરફથી આવનારું કોઈપણ મિસાઇલ આ મિસાઇલની નજરમાંથી બચી નહીં શકે.

રશિયાની આ મિસાઇલ સિસ્ટમ અમેરિકા અને નાટોના નાકમાં દમ લાવી શકે છે. આ મિસાઇલ એક સાથે અનેક લક્ષ્યાંકોને વીંધી શકે છે. આ ડિફેન્સ સિસ્ટમ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનો પણ ખાતમો બોલાવી શકે તેમ છે. બસ તેને અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ અને નીચલી કક્ષામાં ફરતા સેટેલાઇટ ઓપરેટિંગનું સમર્થન હોવું જરૂરી છે.

આ એર ડિફેન્સ સિસ્ટમ બે કન્ફિગ્યુરેશનથી ડિઝાઇન કરવામાં આવી છે. આ સિસ્ટમમાં લાંબા રેન્જની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે અને એન્ટી-મિસાઇલ ડિફેન્સ કોમ્પ્લેક્સીસ છે. રશિયાની આ સિસ્ટમ સ્ટીલ્થ ફાઇટર જેટનો પણ ટ્રેક રાખી શકે છે. આમ તેની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એફ-35 અને એફ-22 જેવા ફાઇટર જેટ્સનો પણ ટ્રેક રાખવા સમર્થ છે. તે કોઈપણ મિસાઇલનો ચોકસાઈપૂર્વક ધ્વસ્ત કરી શકે છે. આમ તે ટાર્ગેટને પિનપોઇન્ટ રેન્જથી ઠાર કરી શકે છે.

આવી એક S500 મિસાઇલ સિસ્ટમનો ખર્ચ 2020માં 70થી 80 કરોડ ડોલર હતો અને તે 2025માં વધીને ત્રણ અબજ ડોલરે પહોંચી ગયો છે, પરંતુ તે જે રક્ષાકવચ પૂરુ પાડે છે તેની સામે કદાચ આ ખર્ચ તો કશું જ નથી.

S500 મિસાઇલ સિસ્ટમને દુશ્મનના બેલિસ્ટિક મિસાઇલ અને હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલને તથા એરક્રાફ્ટને આંતરી શકાય અને ખતમ કરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એન્ટિ બેલિસ્ટિક મિસાઇલ માટે તેની રેન્જ 670 કિ.મી. છે અને એર ડિફેન્સ માટે તેની રેન્જ 500 કિ.મી.ની છે. આ ઉપરાંત આ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે 4.3 મિલિ સેકન્ડે પ્રતિ 7 કિ.મી.ની ઝડપે આવતી એક સાથે 10 બેલિસ્ટિક હાઇપરસોનિક મિસાઇલોને તે ઉડાવી શકે છે. તે 180થી 200 કિ.મી.થી ઉપર આવતી મિસાઇલ કે ડ્રોનને તોડવાની ક્ષમતા ધરાવે છે.  જો કે તેની હાઇપરસોનિક મિસાઇલને તોડવાની તેની ક્ષમતાનું હજી સુધી વાસ્તવિક ધોરણે પરીક્ષણ થયું નથી.

આ ઉપરાંત આ સિસ્ટમ અન્ય ઉપકરણોમાં જોઈએ તો અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ,  લો અર્થ સેટેલાઇટ્સ, હાઇપરસોનિક એરક્રાફ્ટમાંથી લોન્ચ કરવામાં આવતા સ્પેસ વેપન્સ, એરક્રાફ્ટ અને અન્ય હાઇપરસોનિક ઓર્બિટલ પ્લેટફોર્મ્સમાંથી થતાં પ્રહારનો જવાબ ફક્ત ચાર સેકન્ડથી પણ ઓછા સમયમાં આપે છે. જ્યારે S400 મિસાઇલ સિસ્ટમ્સને તેનો જવાબ આપવામાં દસ સેકન્ડ લાગે છે.

હાલમાં આ સિસ્ટમને મોસ્કોની રક્ષા માટે લગાવવામાં આવી છે, જો કે તેણે હજી પણ જોઈએ તેવા અપેક્ષાકૃત પરિણામ આપ્યા નથી. અમેરિકાના જણાવ્યા મુજબ આ સિસ્ટમ તેને ત્યાંથી  500 કિ.મી. દૂર સુધી તેના ટાર્ગેટને શોધીને આંતરી લઈ ઉડાવી શકે છે. કામગીરીના મોરચે જોઈએ તો યુક્રેન પાસેના MGM-140 ATACMS મિસાઇલનો સામનો કરવામાં આ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. તેથી તેને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે, તેના કારણે યુક્રેને રશિયા પર અનેક સફળ હુમલા કર્યા છે. જો કે રશિયાનું કહેવું છે કે આગામી અપગ્રેડેડ વર્ઝનમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે.

રશિયાએ આ સિસ્ટમ બે દાયકાના સંશોધનના અંતે વિકસાવી છે. આ સિસ્ટમને રશિયાની સરકારી માલિકીની અલમાઝ એન્ટી કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી છે.  આગામી દિવસોમાં તેના અપગ્રેડેડ વર્ઝન આવી શકે છે. હાલમાં રશિયાની આ સિસ્ટમની તોલે આવે તેવી વિશ્વની બીજી કોઈ મિસાઇલ સિસ્ટમ નથી. રશિયાએ 2021માં જ ભારતને આ સિસ્ટમ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોરોના પછીની સ્થિતિ અને અમેરિકાએ એસ-400ને ખરીદવામાં લગાવેલા અડીંગાના કારણે ભારતે પહેલા એસ-400ને ખરીદવા પર ધ્યાન આપ્યું હતું. આ ખરીદી પૂરી થયા પછી જ ભારત હવે  એસ-500ને ખરીદવાની તૈયારી બતાવે તેમ માનવામાં આવે છે. તેમા પાક. સાથેના યુદ્ધમાં એસ-400ની સફળતાના પગલે ભારતનો આ સિસ્ટમ ખરીદવાનો ઇરાદો પણ વધુ મજબૂત બન્યો હોવાનું માનવામાં આવે છે. ભારત પાકિસ્તાન અને ચીનને એકસાથે નીપટવાની તૈયારી સાથે લશ્કરની તૈયારી આદરી રહ્યુ હોવાથી ભારતને આ સિસ્ટમ ઘણી ઉપયોગી નીવડી શકે છે તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી