Sarasvati River/ રાજસ્થાનમાં મળ્યો નવો જળભંડાર કે નીકળી લુપ્ત થયેલી સરસ્વતી?

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢ નહેર વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ વિક્રમસિંહના ખેતરમાં પાણી માટે બોરવેલનું કામ ચાલતુ હતુ. આ કામકાજ 800 ફૂટે પહોંચ્યુ ત્યારે રીતસરનો જાણે ચમત્કાર જ સર્જાયો હતો.

Trending Mantavya Vishesh

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢ નહેર વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ વિક્રમસિંહના ખેતરમાં પાણી માટે બોરવેલનું કામ ચાલતુ હતુ. આ કામકાજ 800 ફૂટે પહોંચ્યુ ત્યારે રીતસરનો જાણે ચમત્કાર જ સર્જાયો હતો. રીતસરનો જળધોધ જ પ્રચંડ દબાણથી છૂટ્યો હતો. આ જળધોધ  આવતા પહેલાં તો વિક્રમસિંહ આનંદથી નાચી ઉઠ્યો હતો, પછી તકલીફ ત્યારે થઈ કે આજે 72 કલાકથી વધારે સમય વીતી જવા છતાં પણ પાણીનો આ ધોધ અટકવાનું નામ લેતો નથી અને જે વિક્રમસિંહ ખેતરમાં કૂવો બનાવવા માંગતો હતો તેનું ખેતર પાણીના અવિરત ધોધના લીધે તળાવ બની ગયું છે અને જો આ જ રીતે પાણીનો ધોધ ચાલુ રહ્યો તો તેને સરોવર બનતાં પણ કોઈ નહીં રોકી શકે.

પાણીનો પ્રવાહ જ એટલો જોરદાર હતો કે બોરવેલ બનાવવા માટેની બધી જ સામગ્રી જમીનની અંદર ઉતરી ગઈ અને તે હજી પણ રીતસર પાણીમાં છે અને તેને બહાર કાઢી શકાઈ નથી. આ પાણીનો પ્રવાસ સતત વધ્યે જ જાય છે. 72 કલાકે પણ પાણીનો પ્રવાહ બંધ ન થતાં રીતસરનું કૂતુહલ સર્જાયું છે અને સમગ્ર રાજસ્થાન જ નહીં પણ દેશમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે. રાજસ્થાનમાંથી ટ્રકો ભરી-ભરીને લોકો તેને જોવા આવવા માંડ્યા છે અને દેશભરના ભૂગર્ભ વૈજ્ઞાનિકો માટે પણ આ સંશોષનનો વિષય બન્યો છે. જ્યારે લોકો માટે આ શ્રદ્ધાનો વિષય બન્યો છે, લોકો રીતસર માનવા લાગ્યા છે કે લુપ્ત થયેલી સરસ્વતી ફરીથી પ્રગટી છે.

લોકોની આ આસ્થાને સમર્થન આપતા હોય તેમ ભૂગર્ભ જળ વૈજ્ઞાનિક ડો. નારાયણદાસ ઇંઢિયાએ આ રહસ્યમયી સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રીતે પાણી સતત વહે તે કંઈ સામાન્ય બાબત ન હોઈ શકે. તેમણે આ પાણીનો પ્રવાહ સરસ્વતી નદીના પ્રાચીન પ્રવાહનો સંકેત હોઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના જેવી તેવી વાત નથી, તે ભૂગર્ભ જળના વહેણનું માની ન શકાય તેવું અકલ્પનીય ઉદાહરણ છે. આ સ્થળ પ્રાચીન સરસ્વતી નદીની એક શાખા હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. ભૂગર્ભજળ આ રીતે ધરતી ફાડીને બહાર આવ્યું તે બતાવે છે કે આ વિસ્તાર એક સમયે સરસ્વતી નદીની શાખાનો કોઈ પટ કે હિસ્સો રહ્યો હશે.

જૈસલમેરમાં બનેલી ચમત્કાર જેવી આ ઘટના પર વૈજ્ઞાનિકો પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. તેઓનું માનવું છે કે ભૂગર્ભની અંદર રહેલો જંગી જળસ્ત્રોત રાજ્યને હાથ લાગ્યો છે. આ અણચિંતવી ઘટનાએ ભૌગોલિક ચમત્કારોની સાથે-સાથે કુદરતના જળપ્રવાહો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. શ્રદ્ધાળુઓ તો લુપ્ત થયેલી સરસ્વતી નદી માનીને જ તેના દર્શન કરવા ઉમટી પડ્યા છે.

જેસલમેરમાં એક અદ્ભુત કુદરતી ઘટનાને કારણે છેલ્લા 72 કલાકથી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જે હવે એક વિશાળ દરિયાનું સ્વરૂપ બની રહ્યો છે. પાણીના પ્રવાહનું દબાણ નોંધપાત્ર રીતે વધ્યું છે, જેનાથી પ્રાચીન ભૂગર્ભ જળ સ્ત્રોતની શોધ અંગે અટકળો વધી છે. વૈજ્ઞાનિકો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે, નિષ્ણાતો સપાટીની નીચે લાંબા-છુપાયેલા જળચર ભંડારની હાજરી સૂચવે છે. આ અણધારી ઘટના બધાનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને કુદરતી જળપ્રણાલિઓ અને ભૂસ્તરશાસ્ત્રીય રહસ્યો પર ચર્ચાઓ થઈ રહી છે.

પ્રાચીન સરસ્વતી નદી સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલ વિસ્તારની આ ઘટનાએ તેના સ્થાનને કારણે ઉત્સુકતા જગાવી છે. ભારત ભૂગર્ભજળના વૈજ્ઞાનિક ડૉ. નારાયણ દાસે તો આ ઘટનાને “હિમપ્રપાતની સ્થિતિ” ગણાવી છે, તેને એક દુર્લભ ઘટના તરીકે વર્ણવી છે જે ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે. ડૉ. દાસે સમજાવ્યું કે આ ઘટના આર્ટિશિયન સ્થિતિને કારણે સર્જાઈ હતી, જ્યાં પાણી જે અગાઉ સેંડસ્ટોન અને માટીના જાડા સ્તરોની નીચે બંધ હતું, ડ્રિલિંગ મશીને રક્ષણાત્મક સ્તરને તોડ્યા પછી ભારે દબાણ હેઠળથી બહાર આવતા પ્રચંડ ધોધ સાથે બહાર આવ્યો હતુ. પાણીનો આ અચાનક વિસ્ફોટ ફ્લો કદાચ સરસ્વતી નદીના પ્રાચીન પ્રવાહ સાથે જોડાયેલો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાનો વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તે સરસ્વતી નદીનું રિસર્ફેસિંગ હોઈ શકે છે.

72 કલાક પછી પણ પાણીનો પ્રવાહ ઓછો ન થતાં પરિસ્થિતિ ગંભીર છે. અધિકારીઓએ લોકોને સલામતીના કારણોસર સ્થળથી દૂર રહેવા ચેતવણી આપી છે. ડૉ. દાસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના અસામાન્ય હોવા છતાં, તે લાંબા ગાળાના પાણી ભરાઈ જવાનો અથવા વિસ્તારને નુકસાન થવાનો ખતરો ઉભો કરતી નથી. જો કે ટ્યુબવેલની આસપાસ 15 થી 20 ફૂટ પહોળાઈનો ઊંડો ખાડો ઉભો થયો છે, જે સંભવિત જોખમો ઉભો કરી શકે છે.

મોહનગઢના નાયબ તાલુકદાર લલિત ચરણ સહિત સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી કે ONGC નિષ્ણાતોએ સ્થળનું નિરીક્ષણ કર્યું. જો કે તેઓએ ગેસની ઝેરીતાને નકારી કાઢી હતી અને ફક્ત પાણી ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વહીવટીતંત્રે સાવચેતીના ભાગ રૂપે 500-મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને ખાલી કરાવ્યો છે. પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા અને વધુ નુકસાન અટકાવવાના પ્રયાસો ચાલુ છે. આ બતાવે છે કે પાણીનો વણઅટક્યો પ્રવાહ હજી પણ અવિરત ધોરણે જારી છે. હવે તેણે તળાવનું સ્વરૂપ તો ધારણ કરી લીધું છે, પરંતુ તે નદીનું સ્વરૂપ ધારણ કરે તો આશ્ચર્ય નહી થાય. આમ થશે તો કદાચ લુપ્ત થયેલી સરસ્વતી નવા જ સ્વરૂપમાં પ્રગટશે તો આશ્ચર્ય નહીં થાય. સૂકાભઠ મનાતા રાજસ્થાન માટે સરસ્વતીનો આ નવો પ્રવાહ આશીર્વાદ સમાન સાબિત થશે. રણમાં નીકળેલું વહેણ રાજસ્થાનની ખબર નહીં પણ કમસેકમ જેસલમેર જિલ્લાને તારી જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાંતલપુરમાં અગરિયાઓના આમરણાંત ઉપવાસ, ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

આ પણ વાંચો: હાઇકોર્ટે નાના રણમાં મીઠુ પકવવાના મુદ્દે અગરિયાઓને રાહત આપી

આ પણ વાંચો: ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે શરુ કરાયો, બાગાયતી પાકોને થયેલ નુકશાન અંગે બેઠકમાં ચર્ચા, બાગાયતી પાકોને નુકશાન અંગે સહાય પેકેજ અપાશે, મીઠાના અગરિયાઓને પણ મદદ કરાશે