Not Set/ video: રજનીકાંતની ફિલ્મ ‘2.0’નું પ્રથમ સોંગ રિલીઝ, જુઓ રોબોટ રોમાંસ

મુંબઇ, રજનીકાંતની ખૂબઅપેક્ષિત ફિલ્મ 2.0 નું નવું ગીત રિલીઝ કરાયું છે. આ ગીત તમિલ અને હિન્દી બંને ભાષાઓમાં લોન્ચ થયું છે. ગીતના હિન્દી બોલ “તુ હી રે” છે. જે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિઅલ મીડિયા પર આ ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. આશરે અઢી મિનિટના આ સોંગમાં રોબોટ રોમાંસ બતાવામાં […]

Trending Entertainment Videos

મુંબઇ,

રજનીકાંતની ખૂબઅપેક્ષિત ફિલ્મ 2.0 નું નવું ગીત રિલીઝ કરાયું છે. આ ગીત તમિલ અને હિન્દી બંને ભાષાઓમાં લોન્ચ થયું છે. ગીતના હિન્દી બોલ “તુ હી રે” છે. જે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિઅલ મીડિયા પર આ ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.

Image result for amy jackson tu hi re rajnikant

આશરે અઢી મિનિટના આ સોંગમાં રોબોટ રોમાંસ બતાવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય અભિનેતા રજનીકાંત અને અભિનેત્રી એમી જૈક્સનની કેમિસ્ટ્રી જોઈ શકાય છે. બંને ડાન્સ કરતા એકબીજાનનો  પ્રેમ વ્યક્ત કરે છે. અરમાન મલિક અને શાશા તિરૂપતિએ ગીતના હિન્દી બોલને  પોતાનો અવાજ આપ્યો છે. એ.આર. રહેમાન દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. વિવિધ અહેવાલો પરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ ગીત બનાવવા માટે મોટી કિંમત લગાવામાં આવી છે. આ ગીત વિઝુઅલી ખૂબ જ રિચ ક્ત્વાની કોશિશ કરવામાં આવી છે.

જુઓ વીડીયો…

ફિલ્મમાં રજનીકાંત અને એમી જૈક્સન ઉપરાંત બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. અક્ષયે ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલિઝ કરવામાં આવ્યું છે જે પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવ્યું છે. ફિલ્મની રિલીઝ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

Image result for amy jackson tu hi re rajnikant

આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.’2.0′ એ રોબોટની સિક્વલ છે. ફિલ્મ વિશે રજનીકાંત ખૂબ ઉત્સાહિત છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન, રજનીએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા “આ ફિલ્મ એક મોટી હિટ થવાની છે.” તેના ગીતો રિલિઝ થઈ રહ્યા છે. ફિલ્મનું બજેટ લગભગ 550 કરોડ રૂપિયા કહેવામાં આવ્યું છે.