National News/ BRICS Summit 2026: દુનિયાના નેતાઓના એવા Moments જે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

BRICS Summit 2026 દરમિયાન દુનિયાના મોટા નેતાઓ વચ્ચેની મહત્વપૂર્ણ મુલાકાતો સાથે કેટલાક candid moments અને viral moments પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા

Trending India Mantavya Vishesh
candid moments: BRICS Summit 2026ના Most Shocking અને Viral Moments

BRICS Summit 2026: જ્યાં દુનિયાના મોટા નેતાઓ એક મંચ પર આવ્યા, ત્યાં માત્ર મોટી બેઠકો અને મોટા નિર્ણયો જ ચર્ચામાં નથી રહ્યા.કેટલાક એવા candid moments પણ સામે આવ્યા, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.ક્યાંક મોદી, પુતિન અને જિનપિંગનો એકસાથે હાથમાં હાથનો moment..ક્યાંક પુતિનનો અંદાજ લોકોને ગમી ગયો.તો ક્યાંક મલેશિયાના PM અનવર ઇબ્રાહિમે PM મોદીની popularityનો એવો ઉલ્લેખ કર્યો કે મોદી પોતે હસી પડ્યા! અને સૌથી વધુ ચર્ચામાં રહ્યો મોદી-શી જિનપિંગનો લાંબો handshake! તો આવો જોઈએ BRICS Summit 2026ના એવા જ પાંચ સૌથી ચર્ચિત viral moments.

BRICS Summit 2026ના 5 Viral candid moments

સૌથી પહેલાં વાત કરીએ એ તસવીરની… જેણે આખી BRICS Summitની attention ખેંચી લીધી.PM મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…ત્રણેય નેતાઓ એકસાથે જોવા મળ્યા.અને જ્યારે ત્રણેય નેતાઓ હાથમાં હાથ લઈને હસતા જોવા મળ્યા…ત્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.એક તરફ ભારત…બીજી તરફ રશિયા.અને ત્રીજી તરફ ચીન…એક જ ફ્રેમમાં ત્રણેય નેતાઓનો આ moment ખરેખર ખાસ રહ્યો.

candid moments: BRICS Summit 2026ના સૌથી ચર્ચિત અને વાયરલ moments
candid moments: એક જ ફ્રેમમાં ત્રણેય નેતાઓનો આ moment

હવે વાત કરીએ પુતિનના એ momentની… જે diplomacy કરતાં વધારે પોતાના style માટે વાયરલ થયો! પુતિન જ્યારે પોતાનો coat ઉતારે છે…તેમની આ style કેમેરામાં કેદ થઈ જાય છે.અને ત્યારબાદ આ નાનકડો moment સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે.BRICSમાં દુનિયાના મોટા નેતાઓ હાજર હતા…પણ પુતિનનો આ અલગ અંદાજ પણ લોકોનું ધ્યાન ખેંચી ગયો.

candid moments: BRICS Summit 2026ના સૌથી ચર્ચિત અને વાયરલ moments
candid moments: diplomacy કરતાં વધારે પોતાના style માટે વાયરલ પુતિન

હવે આવે છે એક એવો moment… જેમાં diplomacy વચ્ચે જોવા મળ્યો એકદમ candid અંદાજ. મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ જ્યારે PM મોદી પાસે આવીને બેસી રહ્યા હતા.ત્યારે તેમણે કહ્યું…‘See, Prime Minister Modi is so popular.’અનવર ઇબ્રાહિમે વધુમાં કહ્યું કે તેમને PM મોદી માટે regards પહોંચાડવાના ઘણા messages મળ્યા છે.આ વાત સાંભળીને PM મોદી પણ હસતા જોવા મળ્યા. એક નાનકડો candid moment…પણ camerasમાં કેદ થયા બાદ આ clip સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

candid moments: BRICS Summit 2026ના સૌથી ચર્ચિત અને વાયરલ moments
candid moments: મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ

અને અનવર ઇબ્રાહિમનો આ જ પ્રવાસનો બીજો moment પણ ખૂબ ચર્ચામાં રહ્યો.BRICS gala dinner દરમિયાન અનવર ઇબ્રાહિમે Kishore Kumarનું લોકપ્રિય ગીત ગાયું.International diplomatic gatheringમાં ભારતીય સંગીતનો આ અંદાજ જોવા મળ્યો. અને આ cultural moment પણ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો. એટલે BRICSમાં માત્ર diplomacy જ નહીં. music અને cultureનો રંગ પણ જોવા મળ્યો.

હવે આવો એ moment પર. જેને લોકો કહી રહ્યા છે. Car Diplomacy!PM મોદી અને Vladimir Putin એક જ carમાં સાથે જોવા મળ્યા. બંને નેતાઓનું આ informal interaction cameraમાં કેદ થયું.અને બસ..આ car ride પણ BRICS Summitના સૌથી ચર્ચિત visualsમાં સામેલ થઈ ગઈ.કારની અંદર બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ? તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી.પરંતુ એક વાત ચોક્કસ છે..આ car rideએ દુનિયાનું ધ્યાન જરૂર ખેંચ્યું.

candid moments: BRICS Summit 2026ના સૌથી ચર્ચિત અને વાયરલ moments
PM મોદી અને Vladimir Putin એક જ કારમાં

અને હવે આવે છે કદાચ BRICS Summitનો સૌથી ચર્ચિત diplomatic moment. PM મોદી અને Chinese President Xi Jinping વચ્ચેનો લાંબો handshake.બંને નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવતા રહ્યા. અને cameras સતત આ momentને capture કરતા રહ્યા.India-China relationsને લઈને દુનિયાની નજર પહેલેથી જ આ મુલાકાત પર હતી.એવામાં આ લાંબો handshake વધુ ચર્ચાનો વિષય બની ગયો.એક handshake. પરંતુ તેની પાછળની diplomacyની ચર્ચા ઘણી મોટી હતી.

candid moments: BRICS Summit 2026ના સૌથી ચર્ચિત અને વાયરલ moments
candid moments: બંને નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવતા રહ્યા…અને cameras સતત આ momentને capture કરતા રહ્યા

અને અંતમાં એક બીજો candid moment…વિદેશી નેતાઓ PM મોદી સાથે photo માટે એકસાથે ભેગા થતા જોવા મળ્યા.
કેમેરા સામેનો આ moment પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો.અને આ આખી Summit દરમિયાન PM મોદીની આસપાસ જોવા મળતી international attention પણ સ્પષ્ટ દેખાઈ.

candid moments: BRICS Summit 2026ના સૌથી ચર્ચિત અને વાયરલ moments

તો BRICS Summit 2026માંથી સામે આવ્યા. મોદી-પુતિન-શીનો viral frame. પુતિનનો stylish moment…
અનવર ઇબ્રાહિમનું ‘Modi is so popular’…Kishore Kumarનું ગીત…મોદી-પુતિનની car diplomacy…અને મોદી-શીનો લાંબો handshake.BRICS Summit પૂરી થઈ ગઈ છે…પરંતુ તેના આ viral momentsની ચર્ચા હજુ પણ ચાલુ છે.


આ પણ વાંચો: BRICS Summit 2026 માં PM મોદીએ કહ્યું, ‘આપણી વિવિધતા આપણી ઓળખ અને સહયોગ આપણી પ્રેરણા બને’

આ પણ વાંચો: BRICS સમિટમાં PM મોદીની હાકલ, UNSC સહિત વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારો જરૂરી

આ પણ વાંચો: LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત