Balochistan Attack Update : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારમાં સુરક્ષા દળોને નિશાન બનાવીને મોટો હુમલો થયાના અહેવાલો સામે આવ્યા છે. લાસબેલા જિલ્લામાં નેશનલ હાઇવે N-25 પરથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલા પર જોરદાર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ હુમલામાં 23થી વધુ જવાનોના મોતની આશંકા છે, જ્યારે અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી હજુ સુધી જાનહાનિ અંગે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
15 વાહનોના કાફલાને બનાવાયો નિશાન
મળતી માહિતી પ્રમાણે લાસબેલા જિલ્લાના કશારી વિસ્તારમાં સુરક્ષા દળોના આશરે 15 વાહનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ કાફલાને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હોવાનું કહેવાય છે કે સુરક્ષા દળનું એક વાહન આગની લપેટમાં આવી ગયું હતું. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ(Pakistan) સર્જાયો હતો. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ બચાવ અને સુરક્ષા કામગીરી શરૂ કરી હતી.
ઘાયલોને બેલા કેમ્પમાં ખસેડાયા
હુમલા(Pakistan) બાદ ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીક આવેલા બેલા કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલોમાં સામે આવેલા આંકડા તપાસ અને બચાવ કામગીરી આગળ વધતાં બદલાઈ શકે છે. હુમલા પાછળ બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLAનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બલૂચિસ્તાનમાં આ સંગઠન અગાઉ પણ પાકિસ્તાની (Pakistan) સુરક્ષા દળો, સરકારી સંસ્થાઓ અને મહત્વપૂર્ણ માર્ગોને નિશાન બનાવી ચૂક્યું છે. જોકે, આ ચોક્કસ હુમલાની જવાબદારી અંગે સત્તાવાર પુષ્ટિ અથવા સંગઠન તરફથી વિશ્વસનીય દાવો સામે આવ્યો છે કે નહીં તે અંગે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
N-25 હાઇવે પર સુરક્ષા વધારાઈ
હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સંભવિત હુમલાખોરોની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કરાચી અને ક્વેટાને જોડતો N-25 હાઇવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માર્ગ હોવાથી સુરક્ષાના કારણોસર તેને હાલ બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ હવે હુમલાની(Pakistan) સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને વિસ્તારમાં વધુ હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી
