કર્ણાટકમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કર્ણાટકના તુમકુર જિલ્લામાં એક બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે, તુમકુર પોલીસે જણાવ્યું હતું કે, તુમકુર જિલ્લાના પાવાગડા નજીક બસ પલટી જતાં 8 લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Karnataka | Eight dead and more than 20 critically injured including students as a bus overturned near Pavagada in Tumkur district: Tumkur Police
Further details awaited. pic.twitter.com/9fNqWD1r6T
— ANI (@ANI) March 19, 2022
અહેવાલો અનુસાર, પોલીસે કહ્યું છે કે, પ્રારંભિક તપાસ સૂચવે છે કે 60 મુસાફરોને લઈ જતી બસ ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં પલટી ગઈ હતી. બસ ખાનગી હતી જેમાં અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
આ પણ વાંચો : દેશમાં સામે આવ્યા કોરોનાના 2,075 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે 71 લોકોના મોત
આ પણ વાંચો :ગોવામાં હોળી પર હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે આ કેસમાં એક ટીવી અભિનેત્રીને પણ પકડી
આ પણ વાંચો :કાશ્મીર ફાઇલ્સમાં 18, 19 અને 22 જાન્યુઆરી 1990નો ખાસ ઉલ્લેખ, ઓમર અબ્દુલ્લા પર BJP એ કર્યો પ્રહાર
