પંજાબની નવી ચૂંટાયેલી આમ આદમી પાર્ટીની સરકારમાં આજે 10 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા, જેમાં એક મહિલા મંત્રીનો પણ સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે પંજાબ રાજભવન ખાતે શરૂ થયો હતો અને સૌથી પહેલા વરિષ્ઠ ધારાસભ્ય હરપાલ સિંહ ચીમાએ શપથ લીધા હતા. આ પછી તમામ મંત્રીઓએ એક પછી એક શપથ લીધા. આ પહેલા શનિવારે મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર 10 ધારાસભ્યોના નામ અને તેમની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે નવી કેબિનેટ આવતીકાલે શપથ લેશે. ભગવંત માને લખ્યું, ‘પંજાબની નવી કેબિનેટ આવતીકાલે શપથ લેશે. પંજાબની AAP સરકારમાં સામેલ થયેલા તમામ મંત્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. પંજાબની જનતાએ આપણા બધાને ઘણી જવાબદારીઓ આપી છે, આપણે દિવસ-રાત મહેનત કરીને લોકોની સેવા કરવાની છે, પંજાબને ઈમાનદાર સરકાર આપવાનું છે. આપણે રંગીલું પંજાબ બનાવવાનું છે.
આ ધારાસભ્યો મંત્રી તરીકે લીધા શપથ
પંજાબની નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા હરપાલ સિંહ ચીમા મુખ્ય છે. બલજીત કૌર એકમાત્ર મહિલા મંત્રી છે. આ ઉપરાંત વિજય સિંઘલા, લાલ સિંહ કટરૌચક,ગુરમીત સિંહ મીત હાયર, હરભજન સિંહ ઈતો, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર અને હરજોત સિંહ બેન્સ પણ મંત્રી તરીકે શપથ લીધ છે.
Chandigarh | AAP leaders Harpal Singh Cheema, Dr Baljit Kaur, Harbhajan Singh ETO, Dr Vijay Singla take oath as ministers in the Punjab cabinet. pic.twitter.com/pqDiUZwKP2
— ANI (@ANI) March 19, 2022
નવા મંત્રી કોણ છે
હરપાલ સિંહ ચીમા દિરવાના ધારાસભ્ય છે. તેઓ બે વખતથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. 2016 માં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. હરપાલ સિંહ ચીમાએ કાયદાનો અભ્યાસ કર્યો છે.
બ્રહ્મ શંકર ઝિમ્પા – 57 વર્ષીય ઝિમ્પા હોશિયારપુરથી ધારાસભ્ય બન્યા છે. ચાર વખત કાઉન્સેલર રહી ચૂક્યા છે. ચૂંટણીમાં બે પૂર્વ મંત્રીઓને હરાવ્યા.
ડૉ. બલજીત કૌર- 45 વર્ષીય બલજીત કૌર મલોટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તે પ્રથમ વખત ચૂંટણી લડીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. AAPના પૂર્વ સાંસદ સાધુ સિંહની પુત્રી બલજીત વ્યવસાયે આંખના ડૉક્ટર છે.
હરજોત સિંહ બેન્સ- આનંદપુર સાહેબ વિધાનસભાના છે. ઘણી સામાજિક ચળવળોનો હિસ્સો છે અને 18 વર્ષની ઉંમરે પાન પંજાબ યુનાઈટેડ યુથ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરી છે. તેમણે ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. 23 વર્ષની ઉંમરે તેઓ પંજાબમાં આમ આદમી પાર્ટીના સ્થાપક પ્રમુખ હતા.
ગુરમીત સિંહ મીટ હેર- 32 વર્ષીય યુવા ધારાસભ્ય ગુરમીત સિંહ બીજી વખત ધારાસભ્ય બન્યા છે. બરનાલાથી જંગી જીત મેળવનાર ગુરમીત સિંહ આમ આદમી પાર્ટીની યુવા પાંખના પ્રભારી છે.
લાલ ચંદ કટરૌચક- આમ આદમી પાર્ટીના લાલ ચંદ કટરૌચક ભોઆ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. ભોઆ વિધાનસભા બેઠક પંજાબના પઠાણકોટ જિલ્લામાં આવે છે. ભોઆ વિધાનસભા બેઠક ખૂબ જ ગરમ અને સંવેદનશીલ માનવામાં આવે છે. જો ભોઆ વિધાનસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો તે ભારતીય જનતા પાર્ટીના કબજામાં હોવાનું માનવામાં આવતું હતું.
આ પણ વાંચો :તુમકુરમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 8નાં મોત
આ પણ વાંચો :દેશમાં સામે આવ્યા કોરોનાના 2,075 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે 71 લોકોના મોત
આ પણ વાંચો :ગોવામાં હોળી પર હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે આ કેસમાં એક ટીવી અભિનેત્રીને પણ પકડી
