India News: તમારા ખિસ્સામાં રહેલું સિમ કાર્ડ… કદાચ તમારા માટે માત્ર એક (SIM Card Rules 2026) મોબાઇલ નંબર હશે.પણ જો તમારા નામે લીધેલું સિમ કોઈ બીજાના હાથમાં હોય અને એ સિમથી સાયબર ફ્રોડ (SIM Card Fraud) થઈ જાય તો? તપાસનો પહેલો સવાલ તમારી પાસે પણ આવી શકે છે! એટલે આજે સવાલ માત્ર એટલો નથી કે તમે કેટલા સિમ વાપરો છો…સવાલ એ છે કે તમારા નામે કેટલા સિમ ચાલી રહ્યા છે?
SIM Card Rules 2026: તમારા નામે કોઈ અજાણ્યું SIM કાર્ડ એક્ટિવ છે?
ઘણા લોકો પોતાના નામે લીધેલું સિમ પરિવારના સભ્ય, મિત્ર કે ઓળખીતાને આપી દે છે.કેટલાક કિસ્સામાં તો સિમ ભાડે આપવાની કે વેચવાની વાત પણ સામે આવે છે.પરંતુ અહીં જોખમ એ છે કે સિમ કાયદેસર રીતે તમારા નામે છે, જ્યારે તેનો ઉપયોગ કોઈ બીજું વ્યક્તિ કરી રહ્યું છે.જો એ નંબરનો ઉપયોગ છેતરપિંડી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય, તો તપાસ દરમિયાન તમારા દસ્તાવેજો અને તમારા નામે રહેલા મોબાઇલ કનેક્શન પણ તપાસના દાયરામાં આવી શકે છે.
સાયબર છેતરપિંડીની (Cyber Fraud India) દુનિયામાં એક શબ્દ છે … મ્યુલ સિમ.એટલે એવું સિમ, જે કોઈ વ્યક્તિના ઓળખ દસ્તાવેજના આધારે લેવામાં આવે અને પછી તેનો ઉપયોગ અન્ય વ્યક્તિ ગેરકાયદેસર કામ માટે કરે.કલ્પના કરો…કોઈ વ્યક્તિને પૈસાની લાલચ આપવામાં આવી.તેના દસ્તાવેજ પરથી સિમ લેવામાં આવ્યું.સિમ કોઈ બીજાએ ચલાવ્યું.અને પછી એ નંબરથી સાયબર છેતરપિંડી થઈ.હવે તપાસમાં સૌથી પહેલાં સામે આવશે … સિમ કોના નામે છે?આ જ કારણ છે કે તમારા નામે કેટલા મોબાઇલ કનેક્શન છે તેની જાણકારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે.
સરકારની ચેતવણી માત્ર સિમ કાર્ડ પૂરતી મર્યાદિત નથી.મોબાઇલના આઈએમઈઆઈ(IMEI) નંબર સાથે છેડછાડ કરવી પણ ગંભીર બાબત છે.આઈએમઈઆઈ એટલે તમારા મોબાઇલની એક પ્રકારની વિશિષ્ટ ઓળખ.જો ફોનના આ ઓળખ નંબર સાથે ચેડાં કરવામાં આવે, તો મોબાઇલની ઓળખ અને નેટવર્ક સુરક્ષા બંને માટે સમસ્યા ઊભી થઈ શકે છે…એટલે અજાણ્યા સ્ત્રોતમાંથી મોબાઇલ ખરીદવો કે તેની ઓળખમાં ફેરફાર કરવો … બંને બાબતમાં સાવચેતી જરૂરી છે.
હવે વાત આવે છે સિમની મર્યાદાની.સામાન્ય રીતે ભારતમાં એક વ્યક્તિના નામે વધુમાં વધુ 9 મોબાઇલ કનેક્શન રાખી શકાય છે.જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારો માટે આ મર્યાદા 6 કનેક્શન છે.પરંતુ અહીં એક મહત્વની વાત છે.તમારા ફોનમાં હાલ એક કે બે સિમ હોય એટલે તમારા નામે પણ માત્ર એટલાં જ સિમ હશે એવું જરૂરી નથી.વર્ષો પહેલાં લીધેલું સિમ બંધ કરવાનું ભૂલી ગયા હો…કોઈ જૂનો નંબર તમારા નામે હજુ ચાલતો હોય…અથવા તમારી જાણ બહાર કોઈ સિમ લેવામાં આવ્યું હોય…તો તેની ખબર તમને ન હોય શકે.
આ માટે સરકારનું સંચાર સાથી પોર્ટલ ઉપયોગી છે.તેના ટેલિકોમ કનેક્શન તપાસવાના વિભાગમાં જઈને તમે તમારા નામે નોંધાયેલા મોબાઇલ નંબરની માહિતી (Mobile Number Check) જોઈ શકો છો.જો યાદીમાં એવો નંબર દેખાય જે તમે ઓળખતા જ નથી…તો તેને અવગણશો નહીં.કારણ કે એ માત્ર અજાણ્યો નંબર નથી.એ તમારા નામે નોંધાયેલું કનેક્શન છે.અને જો તેનો ઉપયોગ કોઈ ખોટા કામમાં થઈ રહ્યો હોય તો સમસ્યા ગંભીર બની શકે છે.
આખા મામલામાં સૌથી મહત્વની વાત દંડની રકમ કે સજાનો ડર નથી.સૌથી મહત્વની વાત છે. તમારી ઓળખ તમારા નિયંત્રણમાં હોવી જોઈએ.તમારા દસ્તાવેજથી કોઈ સિમ લીધું છે કે નહીં…તમારા નામે કેટલા મોબાઇલ નંબર ચાલી રહ્યા છે…અને તમે જે સિમ વાપરતા નથી એ ખરેખર બંધ થયું છે કે નહીં…આ બધું સમયાંતરે તપાસવું જરૂરી છે.કારણ કે આજના સમયમાં મોબાઇલ નંબર માત્ર વાતચીતનું સાધન નથી.એ તમારી ઓળખ સાથે જોડાયેલો છે.એટલે આજે જ એકવાર તપાસો … તમારા નામે કેટલા સિમ છે?કદાચ યાદીમાં એક એવો નંબર પણ હોય… જેને તમે ક્યારેય લીધો જ નથી.
આ પણ વાંચો: iPhone 18 Pro ખરીદવા ભારતીયોમાં દુબઈ જવાનો ભારે ક્રેઝ
આ પણ વાંચો: WhatsApp વાપરતી વખતે આ 5 સેટિંગ્સ તરત કરી લો અપડેટ: ખાનગી માહિતી અને ચેટ્સ રહેશે સંપૂર્ણ સુરક્ષિત
આ પણ વાંચો: અમેરિકા લાવી રહ્યું છે ‘AI ફોર્સ’: ગ્લોબલ AI રેસમાં ચીનને માત આપવા ડોનાલ્ડ ટ્રમ્પનો માસ્ટરપ્લાન
