Tech News/ WhatsApp વાપરતી વખતે આ 5 સેટિંગ્સ તરત કરી લો અપડેટ: ખાનગી માહિતી અને ચેટ્સ રહેશે સંપૂર્ણ સુરક્ષિત

વોટ્સએપ (WhatsApp)પર તમારી ખાનગી માહિતી અને ચેટ્સ સુરક્ષિત રાખવા માટે આ 5 પ્રાઇવસી સેટિંગ્સ તરત જ ચેક કરી લો. ચેટ લોક, એપ લોક અને સ્ટેટસ પ્રાઇવસીની સંપૂર્ણ વિગત

Tech & Auto
WhatsApp Change these 5 settings immediately

Tech & Auto News : આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ (WhatsApp) આપણી રોજિંદી જિંદગીનો અતિ મહત્વનો ભાગ બની ગયું છે. દૈનિક પરિવાર, મિત્રો કે ઓફિસના કામ માટે આપણે ચેટ્સ, પર્સનલ ફોટા અને વિડીયો શેર કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય તમારી ડિજિટલ સેફ્ટી અંગે વિચાર્યું છે? જો યોગ્ય સેટિંગ્સ ન હોય તો તમારો પ્રોફાઇલ ફોટો, ચેટ્સ કે સ્ટેટસ અજાણ્યા લોકો સુધી પહોંચી શકે છે. મેટા (Meta) સંચાલિત આ એપમાં તમારી પ્રાઇવસી અને સુરક્ષા જાળવી રાખવા માટે આ 5 સેટિંગ્સ તરત જ ચેક કરી લેવા જરૂરી છે.

જો તમારી પાસે એવી પર્સનલ ચેટ્સ છે જેને તમે અન્ય લોકોની નજરથી દૂર રાખવા માંગો છો, તો ચેટ લોક ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ સેટિંગ ઓન કરતા જ લોક કરેલી ચેટ સામાન્ય લિસ્ટમાંથી ગાયબ થઈને ‘Locked Chats’ ફોલ્ડરમાં જતી રહે છે. જેને તમે ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી કે સિક્રેટ કોડ વડે જ એક્સેસ કરી શકો છો.

WhatsApp  : પ્રોફાઇલ ફોટોની પ્રાઇવસી બદલો

તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ અજાણ્યો શખ્સ ન જોઈ શકે તે માટે સેટિંગ્સમાં ફેરફાર કરો. Android અને iPhone યુઝર્સ Settings > Privacy > Profile photo માં જઈને ‘My Contacts’ અથવા ‘My Contacts Except…’ ઓપ્શન પસંદ કરી શકે છે, જેથી તમારો ફોટો માત્ર તમે પસંદ કરેલા લોકો જ જોઈ શકશે.

એપ લોક (App Lock) સેટિંગ્સ

માત્ર ચેટ જ નહીં પરંતુ સમગ્ર વોટ્સએપ એપને સુરક્ષિત રાખવા માટે Fingerprint, Face ID અથવા Touch ID સપોર્ટ વાળું ‘App Lock’ ફીચર ઓન રાખો. આનાથી જો તમારો અનલોક ફોન પણ કોઈના હાથમાં જશે તો તે તમારી પરમિશન વગર વોટ્સએપ ઓપન કરી શકશે નહીં.

‘View Once’ મીડિયા સેટિંગ

કોઈ અત્યંત ખાનગી ફોટો, વિડીયો કે વોઇસ નોટ મોકલતી વખતે ‘View Once’ વિકલ્પ પસંદ કરો. આ ફીચરથી સામે વાળી વ્યક્તિ મીડિયા ફાઇલ માત્ર એક જ વાર જોઈ શકશે. આ ફાઇલ ગેલેરીમાં સેવ નહીં થાય અને સામે વાળી વ્યક્તિ તેનો સ્ક્રીનશોટ કે સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકશે નહીં.

સ્ટેટસ ઓડિયન્સ પ્રાઇવસી

તમે મુકેલું વોટ્સએપ સ્ટેટસ દરેક કોન્ટેક્ટ જોઈ શકે તે જરૂરી નથી. Status Privacy મેનૂમાં જઈને નક્કી કરો કે તમારું સ્ટેટસ કયા કોન્ટેક્ટ્સ જોઈ શકે. આ ઉપરાંત કોઈને પણ મેન્શન (Mention) કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જેથી તમારી પરમિશન વગર તમારું સ્ટેટસ અન્ય ગ્રુપ્સમાં રી-શેર ન થાય.


આ પણ વાંચો : એન્થ્રોપિકનું AI હવે માત્ર ચેટબોટ પૂરતું સીમિત નહીં; મેડિકલ રિસર્ચ માટે બનાવી ખાસ બાયોલોજી લેબ

આ પણ વાંચો : BSNLનો ધમાકેદાર પ્લાન: માત્ર ₹1 માં મેળવો 24 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 24 GB ડેટા

આ પણ વાંચો : Gemini AIનું ચોંકાવનારું કારનામું! ટેસ્ટ દરમિયાન 3 વાસ્તવિક કંપનીના નેટવર્કમાં પહોંચી ગયું