મારુતિ સુઝુકીની મોટા ભાગની દરેક કારને ભારતીય બજારમાં પસંદ કરવામાં આવે છે. ભારતમાં લોકો મારુતિ સુઝુકીની કારને ખરીદવાનું સૌથી વધુ પસંદ કરતા જોવા મળે છે. ત્યારે કંપનીએ પોતાની સ્મોલ કાર ઓલ્ટોને CNG મોડલમાં રજૂ કરી છે. લગભગ 2 મહિના પહેલા મારુતિ સુઝુકીએ નવી ઓલ્ટોને લોન્ચ કરી હતી. નવી ઓલ્ટોમાં LXi અને LXi (O) વેરિએન્ટમાં સીએનજીનો ઓપ્શન ગ્રાહકોને મળી રહ્યો છે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી સીએનજીનાં બંન્ને વેરિએન્ટની એક્સ શો રૂમ કિંમત અનુક્રમે 4.11 લાખ અને 4.14 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જણાવી દઇએ કે, સીએનજી ઓલ્ટોની કિંમત પેટ્રોલ વર્જનથી લગભગ 60 હજાર રૂપિયા વધારે છે. જો કે કંપનીએ સીએનજીવાળી ઓલ્ટોની ટેકનિકલ જાણકારી હજુ સુધી જાહેર કરી નથી. તેમ છતા તેની ખાસિયતની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને સીએનજીનાં મોડલમાં કોઇ ખાસ ફરક નથી. બંન્ને કારમાં પાવર સ્ટીયરીંગ, AC, સિલ્વર ઇંટટીરિયર એક્સેટ્સ, ફ્રંટ પાવર વિંડો, ફ્યૂલ લિડ ઓપનર, રિયર ચાઇલ્ડ લોક, રિમોટ બૂટ અને રિટ્રેક્ટેબલ રિયર સીટબેલ્ટ્સની સુવિધાઓ મળી રહી છે. જો કે LXi(O) માં કો-ડ્રાઇવર એયરબેગની ખાસ સુવિધા પણ ગ્રાહકોને મળી રહી છે.
મારુતિ સુઝુકીની નવી ઓલ્ટોમાં 796ccનું BS6 એન્જિન મળે છે. આ કારમાં એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનથી સંચાલિત હોય છે. ઓલ્ટોની ટક્કર બજારમાં રેનો ક્વિડ અને ડેટસન રેડી ગો ની સાથે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
