દુર્ઘટના/ રાજકોટમાં મોટી દુર્ઘટના,ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ તૂટી જતા 10 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,રાજકોટમાં ગણપતિ પંડાલ પાસે સ્લેબ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે

Top Stories Gujarat

રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,રાજકોટમાં ગણપતિ પંડાલ પાસે સ્લેબ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજકોટના સર્વેશ્વર ચોક પાસે આવેલા ગણપતિ પંડાલમાં પાસે એક વોકાળનો સ્લેબ ધરાશાયી થઇ જતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે

ઉલ્લેખનીય છે કે હાલ ગણેશ ચર્તુર્થીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ભારે સંખ્યામાં ભાવિકો ગણપતિના દર્શેને આવ્યા હતા,તેની બાજુમાં વોકાળનો  સ્લેબ ધરાશાયી થતા મોટી ઘટના ઘટી હતી જેમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.તેમને હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે આ પ્રાથમિક માહિતી મળી છે.