Jamnagar News/ જામનગરમાં પુરવઠા વિભાગ અને ખાદ્ય શાખા દ્વારા મોટી કાર્યવાહી, હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બિનઆરોગ્યપ્રદ અનાજ જપ્ત

બિલ વિના ઘઉંનો થોડો જથ્થો પણ મળી આવ્યો હતો. પુરવઠા વિભાગને શંકા છે કે આ અનાજ સરકારી યોજનાઓમાંથી લેવામાં આવ્યું હોઈ શકે છે.

Top Stories Gujarat Breaking News

 Jamnagar News:જામનગર(Jamnagar) ના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક જલારામ ફૂડ પ્રોડક્ટ પેઢીમાં બિનઆરોગ્યપ્રદ અનાજ (Unhealthy grains) અને ઘઉંનો લોટ મળી આવ્યા બાદ પુરવઠા વિભાગ અને ખાદ્ય શાખા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ અનાજના જથ્થા અંગે માહિતી આપવામાં આવી હતી.

ખાદ્ય શાખા અને પુરવઠા વિભાગની એક ટીમે જલારામ ફૂડ પ્રોડક્ટ પેઢીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, પેઢીમાંથી બિનઆરોગ્યપ્રદ ઘઉંનો લોટ અને અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, બિલ વિના ઘઉંનો થોડો જથ્થો પણ મળી આવ્યો હતો. પુરવઠા વિભાગને શંકા છે કે આ અનાજ સરકારી યોજનાઓમાંથી લેવામાં આવ્યું હોઈ શકે છે.

આ કાર્યવાહીમાં પુરવઠા અધિકારી, મામલતદાર અને ખાદ્ય શાખાના અધિકારીઓની ટીમ સામેલ હતી. ટીમે પેઢીને નોટિસ ફટકારી છે અને બિનઆરોગ્યપ્રદ અનાજના નમૂનાઓ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલ્યા છે. ઉપરાંત, પેઢી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને તેનું ઉત્પાદન કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં ધ્રોળ નજીક ટ્રકે બાઇક ચાલકને કચડતા આશાસ્પદ યુવાનનું મોત

આ પણ વાંચો:જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરુણ ઘટના,પિતા અને બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત

આ પણ વાંચો:જામનગરમાં ધો.12ની વિદ્યાર્થીનીનો આપઘાત, અભ્યાસના તણાવને કારણે ખાધો ગળેફાંસો