Election/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ તારીખે જાહેર થઇ શકે છે, બે તબક્કામાં યોજાશે!

મોરબી દુર્ઘટના બાદ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્ય શોક છે. ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર શોક દિવસ બાદ ગમે ત્યારે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને સસ્પેન્સ યથાવત છે. મોરબી દુર્ઘટના બાદ ચૂંટણી પંચના ગલિયારામાં ભારે ચર્ચા ચાલી રહી છે કે શું 5 નવેમ્બરે જાહેરાત થશે કે પછી ચૂંટણીની તારીખો હજુ થોડા મહિનાઓ માટે મોકૂફ રહેશે? અત્યારે બધાની નજર કમિશનના નિર્ણય પર છે. અગાઉ, ચૂંટણી પંચે ગુજરાત સરકારને વર્ષોથી એક જ જગ્યાએ રોકાયેલા અધિકારીઓની બદલીઓની યાદી માંગી હતી. ચૂંટણી પંચ    3 કે 5 નવેમ્બરે ચૂંટણીની જાહેર કરી શકે છે, આવતીકાલે ચૂંટણીની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યયા રહેલી છે. ચૂંટણી બે તબક્કામાં થઇ શકે છે.

 ઉલ્કેલેખનીય છે કે  મોરબી દુર્ઘટના બાદ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્ય શોક છે. ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર શોક દિવસ બાદ ગમે ત્યારે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ અંગે 3 અથવા 5 નવેમ્બરે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજે તેવી પ્રબળ શક્યતા છે.ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીઓની બદલી બાદ હવે આ છેલ્લી અડચણ પણ દૂર થઈ ગઈ છે. ચૂંટણીની બાકીની તૈયારીઓ સમય પહેલા આગળ વધી રહી છે, પરંતુ અધવચ્ચે મોરબીમાં અચાનક પુલ દુર્ઘટના સર્જાતા ફરી રોડ બ્લોક થઈ ગયો છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના ચૂંટણી કાર્યક્રમ અનુસાર, પરિણામ 8 ડિસેમ્બરે આવવાના છે. ગુજરાતના પરિણામો પણ જાહેર કરવાની યોજના હોવાનું કહેવાય છે. તેથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બે તબક્કામાં મતદાન થશે.