Breaking News: જામનગરના નાઘેડી વિસ્તારમાં, પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની. ગણેશ ચતુર્થીના પવિત્ર પરશે એક પિતા તેમના બે નાના બાળકો સાથે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા તળાવ પર ગયા હતા. અચાનક, અજાણ્યા કારણોસર ત્રણેય તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા, જેના પરિણામે તેમનું કરુણ મોત નીપજ્યું.
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. પંચકોષી બી પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે, જેમાં તળાવની સ્થિતિ અને દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી હોવા છતાં, ઘણા લોકો હજુ પણ તળાવો જેવા સ્થળોએ વિસર્જન કરવા જાય છે, જેના કારણે દર વર્ષે આવી દુઃખદ ઘટનાઓ બનતી રહે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ગણેશ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર
આ પણ વાંચો:મોહિનીની હિમંતને સલામ, ગણેશ વિસર્જન દરમ્યાન 4 યુવકોનો બચાવ્યો જીવ
આ પણ વાંચો:ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાન પર કરાયો હુમલો

