Covid-19/ દેશમાં કોરોનાનાં દૈનિક કેસમાં ઘટાડો, એક્ટિવ કેસનો દર 1 ટકાથી પણ ઓછો

આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 46.8 લાખથી વધુ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 5.88 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

Top Stories India

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 22.81 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 46.8 લાખથી વધુ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 5.88 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

રવિવારે સવારનાં તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 228,112,318, 4,685,130 અને 5,883,069,259 છે. CSSE અનુસાર, અમેરિકામાં વિશ્વનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ છે જે અનુક્રમે, 42,048,376 અને 673,464 છે. 3,34,17,390 કેસ સાથે કોરોના સંક્રમણની બાબતમાં ભારત બીજા ક્રમે છે. CSSE નાં ડેટા અનુસાર, 3 મિલિયનથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (21,230,325), યુકે (7,435,493), રશિયા (7,150,244), ફ્રાન્સ (7,037,931), તુર્કી (6,794,670), ઈરાન (5,408,860), આર્જેન્ટિના (5,238,610), કોલંબિયા (4,939,251), સ્પેન (4,929,546), ઇટાલી (4,632,275), ઇન્ડોનેશિયા (4,188,529), જર્મની (4,144,165) અને મેક્સિકો (35,52,983) છે. એવા દેશો કે જ્યા મૃત્યુની સંખ્યા 100,000 થી વધુ પાર કરી ગઇ છે, તેમા બ્રાઝિલ (590,508), ભારત (4,44,529), મેક્સિકો (270,538), પેરુ (198,948), રશિયા (193,891), ઇન્ડોનેશિયા (140,323), યુકે (135,478), ઇટાલી (130,284), કોલંબિયા (125,860), ઇરાન ( 116,791), ફ્રાન્સ (116,662) અને આર્જેન્ટિના (114,367) સામેલ છે.

આ પણ વાંચો – મોટી રાહત / ભારત સરકાર અફઘાનિસ્તાનથી આવેલા નાગરિકોને આપશે Stay Visa

ભારતમાં પણ કોરોનાનાં કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અહી ફરી એકવાર કોરોનાનાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં કોરોનાનાં 30 હજાર 773 નવા કેસ નોંધાયા છે. જોકે, સારી બાબત એ છે કે એક્ટિવ કેસનો દર 1 ટકાથી ઓછો થઈ ગયો છે. વળી, રિકવરીનો દર પણ વધીને 97.68 ટકા થયો છે. નવા આવેલા કેસોમાં કેરળ રાજ્ય ફરી એક વખત ટોચનાં સ્થાને છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા એક દિવસમાં, કોરોનાનાં નવા કેસો કરતા તેનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 38 હજાર 945 દર્દીઓ ઠીક થયા છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 26 લાખ 71 હજાર 167 દર્દીઓ કોરોનાથી ઠીક થયા છે. હવે દેશમાં કોરોનાનાં કુલ 3 લાખ 32 હજાર 158 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસોનાં માત્ર 0.99 ટકા છે. સતત 86 દિવસ સુધી સાપ્તાહિક સંક્રમણ દર પણ 3 ટકાથી નીચે રહ્યો છે. વળી, દૈનિક સંક્રમણ દર અગાઉનાં દિવસે 1.97 ટકા હતો. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીનાં 80.43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.