Not Set/ ટ્રમ્પે એકવાર ફરી કર્યા PM મોદીનાં વખાણ, જણાવ્યા મહાન નેતા અને વફાદાર મિત્ર

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તેમના 70 માં જન્મદિવસ પર “મહાન નેતા અને વફાદાર મિત્ર” તરીકે વખાણ કર્યા હતા. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “હું ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 70 માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવું છું. એક મહાન નેતા અને વફાદાર મિત્રને ઘણી શુભેચ્છાઓ!”. આ સાથે, તેમણે પોતાના […]

India
bcc4ef5cb7117e2fab6a69d5e9c3d018 ટ્રમ્પે એકવાર ફરી કર્યા PM મોદીનાં વખાણ, જણાવ્યા મહાન નેતા અને વફાદાર મિત્ર
bcc4ef5cb7117e2fab6a69d5e9c3d018 ટ્રમ્પે એકવાર ફરી કર્યા PM મોદીનાં વખાણ, જણાવ્યા મહાન નેતા અને વફાદાર મિત્ર 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તેમના 70 માં જન્મદિવસ પર “મહાન નેતા અને વફાદાર મિત્ર” તરીકે વખાણ કર્યા હતા. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “હું ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 70 માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવું છું. એક મહાન નેતા અને વફાદાર મિત્રને ઘણી શુભેચ્છાઓ!”.

આ સાથે, તેમણે પોતાના ટ્વિટમાં, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી સાથે તેમની અને અમેરિકાની પહેલી મહિલા મેલાનિયા ટ્રમ્પની તસવીર પણ પોસ્ટ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં, અમેરિકી રાષ્ટ્રપતિની ભારતની તેમની પ્રથમ મુલાકાત પર આવકારવા માટે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે લાખો લોકોની ભીડની સામે, બંને નેતાઓએ એકબીજાનો હાથ પકડી ભીડનું અભિવાદન કર્યુ હતુ. તે કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘નવો ઇતિહાસ’ બનાવવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પ સિવાય વિશ્વનાં અન્ય ઘણા નેતાઓએ પણ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. જેમા રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન, બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ શામેલ છે, જેમણે મોદીને જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા અને તેમના દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પુતિન અને મર્કેલે પીએમ મોદીને પત્ર લખ્યા હતા, જ્યારે જ્હોનસન અને અન્ય ઘણા લોકોએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.