Not Set/ કોરોના મહામારી વચ્ચે IPL 2020 બનશે લોકોની ખુશીનું કારણ : સુનિલ ગાવસ્કર

  પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આશા વ્યક્ત કરી છે કે IPL ટૂર્નામેન્ટ લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે, કારણ કે કોરોના વાયરસનાં રોગનાં કારણે મોટાભાગનાં સમયે લોકોને મુસિબતોનો જ સામનો કરવો પડ્યો છે. ગાવસ્કરે ડ્રીમ 11 આઈપીએલ 2020 માં કોમેંટેટર તરીકે સામેલ થવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ડ્રીમ 11 આઈપીએલથી ભારતીય ક્રિકેટનું […]

Uncategorized
844863ac3ad2fc3ffd7f42f41cde3635 કોરોના મહામારી વચ્ચે IPL 2020 બનશે લોકોની ખુશીનું કારણ : સુનિલ ગાવસ્કર
 

પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આશા વ્યક્ત કરી છે કે IPL ટૂર્નામેન્ટ લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે, કારણ કે કોરોના વાયરસનાં રોગનાં કારણે મોટાભાગનાં સમયે લોકોને મુસિબતોનો જ સામનો કરવો પડ્યો છે.

ગાવસ્કરે ડ્રીમ 11 આઈપીએલ 2020 માં કોમેંટેટર તરીકે સામેલ થવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ડ્રીમ 11 આઈપીએલથી ભારતીય ક્રિકેટનું સ્વાગત કરવામાં મને ખૂબ આનંદ થાય છે. તેમણે કહ્યું કે હું ઘણા નિષ્ણાંતોથી સજ્જ કોમેંટ્રી પેનલનો ભાગ બનીને ખુશ છું અને હું ઉત્સાહથી ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યો છું.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રતિભાને તક આપવા માટે આઇપીએલ શ્રેષ્ઠ પ્લેટફોર્મ રહ્યું છે અને મને આશા છે કે આ વર્ષે પણ આપણને આવું જ કંઈક જોવા મળશે. તમામની નજર મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ઉદ્ઘાટન મેચ પર રહેશે. આપણે મહેન્દ્ર સિંહ ધોનીને એક વર્ષ પછી રમતા જોઇશુ અને મને ખાતરી છે કે દરેક વ્યક્તિ તેને જોવા માટે રાહ જોઇ રહ્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચેની મેચથી થશે. બંને ટીમો તૈયારીઓમાં વ્યસ્ત છે. સીએસકે અને મુંબઇ ઈન્ડિયન્સ બંને પાસે આઈપીએલનાં સૌથી સફળ કેપ્ટન છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે ચાર ટાઇટલ જીત્યા છે અને સીએસકે એ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ત્રણ ટાઇટલ જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.