Not Set/ રામદેવ ઈન્ટરનેશનલ લિમિટેડનું પરાક્રમ, SBI ને 400 કરોડનો ચૂનો લગાડી માલિક વિદેશ ફરાર

કોરોના સંકટ સમયે પણ ભારતીય બેંકોમાંથી નાણાં પડાવી વિદેશમાં ભાગી જતા ઉદ્યોગપતિઓ આજે પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી જાણકારી મુજબ 400 કરોડથી વધુનું એક બેક કૌભાંડ બહાર આવ્યું છે. SBI એ દિલ્હી સ્થિત બાસમતી ચોખાની નિકાસ કરતી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, SBI અને અન્ય […]

India
b05aa0dd2e6d1f71198d97822eafaf7f 1 રામદેવ ઈન્ટરનેશનલ લિમિટેડનું પરાક્રમ, SBI ને 400 કરોડનો ચૂનો લગાડી માલિક વિદેશ ફરાર

કોરોના સંકટ સમયે પણ ભારતીય બેંકોમાંથી નાણાં પડાવી વિદેશમાં ભાગી જતા ઉદ્યોગપતિઓ આજે પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી જાણકારી મુજબ 400 કરોડથી વધુનું એક બેક કૌભાંડ બહાર આવ્યું છે. SBI એ દિલ્હી સ્થિત બાસમતી ચોખાની નિકાસ કરતી કંપની સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, SBI અને અન્ય બેંકોનું 400 કરોડ રૂપિયાથી વધુનું લેણુ બાકી છે. આ વ્યક્તિએ 6 બેંકમાંથી ઉધાર લીધુ હતુ અને 2016 થી ગુમ છે. આરોપી તેની મોટાભાગની સંપત્તિ વેચીને ફરાર થઈ ગયો હોવાથી SBI એ ફરિયાદ કરી હતી અને કહ્યુ કે, તેના નાણાં વસૂલ કરવામાં આવ્યાં નહોતા.

બાસમતી ચોખાની નિકાસ કરનાર કંપની રામ દેવ ઇન્ટરનેશનલને 2016 માં જ એનપીએ જાહેર કરાઈ હતી. તેનો માલિક વિદેશ ભાગી ગયો છે, પરંતુ ચાર વર્ષ બાદ SBI એ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. હવે CBI એ આ કેસની તપાસ કરી રહી છે. કંપનીનાં ડિરેક્ટર નરેશકુમાર, સુરેશ કુમાર, સંગીતા અને કેટલાક અજાણ્યા જાહેર સેવકો પર બનાવટી અને છેતરપિંડી જેવા વિવિધ આરોપો હેઠળ કેસ દાખલ કરાયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદનાં આધારે CBI એ કંપનીનાં માલિક અને તેના ચાર ડિરેક્ટર સામે કેસ નોંધ્યો છે.

2018 માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) નાં આદેશ અનુસાર, એવા અહેવાલ મળ્યા છે કે પ્રમોટર્સ દુબઈ ભાગી ગયા છે. કંપનીની લોનને 2016 માં નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. ચાર વર્ષનાં વિલંબ પછી બેંકે આ વર્ષે ફેબ્રુઆરીમાં એજન્સીની ફરિયાદ નોંધાવી હતી. તેની સામે લુક આઉટ પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે. SBI ની ફરિયાદમાં જણાવાયું છે કે હરિયાણા સ્થિત કંપનીની કરનાલ જિલ્લામાં 3 રાઇસ મિલો અને 8 સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ છે.

વિશેષ ઓડિટમાં બહાર આવ્યું છે કે લેણદારોએ ખાતામાં ગડબડી કરી, બેલેન્સ શીટને ઠગી લીધી અને બેન્ક નાણાંનાં ભાવે ગેરકાયદેસર રીતે મેળવવા માટે, પ્લાન્ટ અને મશીનરીને અનધિકૃત રીતે હટાવી છે. SBI પાસેથી બેન્કોનું એક્સોપોઝર 414 કરોડ રૂપિયાથી 173 કરોડ રૂપિયા, કેનરા બેન્કનું 76 કરોડ રૂપિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનું 64 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું 51 કરોડ રૂપિયા, કોર્પોરેશન બેન્દૉકનું 36 કરોડ રૂપિયા અને આઈડીબીઆઈ બેન્કનું 12 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.