Not Set/ પંજાબના તરનતારણમાં વિસ્ફોટ, બેનાં મોત, એક ઘાયલ

પંજાબના તરનતારણ ક્ષેત્રમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા અને એક ઘાયલ થયો. પાંડોરી ગોલા ગામે આ ધડાકા બાદ ગામમાં ચકચાર ભર્યું વાતાવરણ છવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્લોટનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે મૃતક જુદા જુદા ગામોના રહેવાસી હોઈ શકે છે અને તેઓ કોઈ ઘટનાને અંજામ […]

India
aaaaaaaaaamahi pp 16 પંજાબના તરનતારણમાં વિસ્ફોટ, બેનાં મોત, એક ઘાયલ

પંજાબના તરનતારણ ક્ષેત્રમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા અને એક ઘાયલ થયો. પાંડોરી ગોલા ગામે આ ધડાકા બાદ ગામમાં ચકચાર ભર્યું વાતાવરણ છવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્લોટનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે મૃતક જુદા જુદા ગામોના રહેવાસી હોઈ શકે છે અને તેઓ કોઈ ઘટનાને અંજામ આપવા જઇ રહ્યા હતા. તેઓએ પ્લોટની નીચે બોમ્બ દબાવીને રાખ્યો હતો, જેને કાઢવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

મળતી માહિતી મુજબ, જ્યારે બ્લાસ્ટનો અવાજ આવ્યો ત્યારે ગ્રામજનોએ જોયું કે એક ખરાબ રીતે ઈજાગ્રસ્ત માણસ રસ્તા પર પડ્યો હતો. તેમને તુરંત તરનતારણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલથી પરત ફરતી વખતે ગ્રામજનોએ જોયું કે ખાલી પડેલા પ્લોટમાં બે લાશો પડી હતી છે અને જગ્યા પર એક મોટો ખાડો પડી ગયો હતો.

આશંકા છે કે આ ત્રણેય લોકો ક્યાં તો બોમ્બને દબાવવા માટે આવ્યા હતા અથવા પહેલાથી દફનાવેલા બોમ્બને કાઢવા માટે આવ્યા હતા અને ખોદકામ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને માર્યા ગયેલા લોકો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જો શંકાસ્પદ વિસ્ફોટકને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ પાછળનો હેતુ શું હતો તે જાણવાનો પણ પોલીસ પ્રયાસ કરી રહ્યો છે. અગાઉ બુધવારે પંજાબના ગુરદાસપુરમાં ફટાકડા ફેકટરીમાં મોટો ધડાકો થયો હતો.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર એનઆઈએની ટીમ બ્લાસ્ટની તપાસ માટે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય વાત એ છે કે બુધવારે બટાલામાં એક કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ, તરનતારણમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો સ્થાનિક ગામના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.