Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 520 લોકોનાં થયા મોત

ભારતમાં કોરોના કેસ 87 લાખને વટાવી ગયા છે. દેશમાં આ કારણે અત્યાર સુધી 1 લાખ 28 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સારી વાત એ છે કે હાલમાં સક્રિય કેસની સંખ્યા 5 લાખથી ઓછી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં 44,684 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 87,73,479 થઈ ગઈ છે. 520 […]

Top Stories India
ipl2020 28 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 520 લોકોનાં થયા મોત

ભારતમાં કોરોના કેસ 87 લાખને વટાવી ગયા છે. દેશમાં આ કારણે અત્યાર સુધી 1 લાખ 28 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સારી વાત એ છે કે હાલમાં સક્રિય કેસની સંખ્યા 5 લાખથી ઓછી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં 44,684 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 87,73,479 થઈ ગઈ છે. 520 દર્દીઓનાં મોત બાદ કુલ મૃત્યુની સંખ્યા વધીને 1,29,188 થઈ ગઈ છે. વળી દેશમાં કોરોનાનાં સક્રિય 3,838 કેસ નોંધાયા છે. હવે 4,80,719 સક્રિય કેસ છે. 47,992 નવા ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જ કેસ 81,63,572 થઇ ગયા છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 12,40,31,230 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમા, શુક્રવારે 9,29,491 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના રોગચાળાનાં બીજા વધુ કેસ આવવાની આશંકા વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે અધિકારીઓને કોઈપણ પ્રકારની ઢીલ ન કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે કોરોના રસીને લગતા મોટા દાવાઓ વચ્ચે આશંકા વ્યક્ત કરી છે.