Not Set/ બુલંદ શહેર હિંસા : બજરંગ દળનો અધ્યક્ષ અને મુખ્ય આરોપી યોગેશ રાજની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર હિંસાના મુખ્ય આરોપી અને બજરંગ દળના જીલ્લા અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે. યોગેશ રાજ બજરંગ દળનો જીલ્લા અધ્યક્ષ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય બુલંદ શહેર હિંસાના ત્રણ દિવસ બાદ તેના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા યોગેશે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તેની આ […]

Top Stories India Trending Politics
bajrangdal 52 5 બુલંદ શહેર હિંસા : બજરંગ દળનો અધ્યક્ષ અને મુખ્ય આરોપી યોગેશ રાજની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર હિંસાના મુખ્ય આરોપી અને બજરંગ દળના જીલ્લા અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે. યોગેશ રાજ બજરંગ દળનો જીલ્લા અધ્યક્ષ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય બુલંદ શહેર હિંસાના ત્રણ દિવસ બાદ તેના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ પહેલા યોગેશે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તેની આ હિંસા સાથે કોઈ લેવા દેવા નથી અને તે ઘટના સ્થળ પર હાજર પણ નહતો.

યોગેશે એવો દાવો પણ કર્યો હતો કે ઉત્તર પ્રદેશની પોલીસ તેની છબી ખરાબ કરવાના પ્રયત્ન કરી રહી છે.

તો બીજી તરફ બજરંગ દળના ઉત્તર પ્રદેશના સહસંયોજક પ્રવીણ ભાટીએ કહ્યું હતું કે યોગેશ રાજની આ હિંસા સાથે કોઈ લેવા દેવા નથી. પોતે સમય આવશે ત્યારે આ મામલે પોલીસની મદદ કરશે તેમ પણ કહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર સહિત એક યુવાનનું મૃત્યુ થયું હતું.

બુલંદ શહેર હિંસા, શું હતો મામલો ?

પોલીસને સોમવારે સવારે સાત વાગ્યે ખબર મળી હતી કે આ ગામમાં ગૌ હત્યા થઇ છે. સુચનાની જાણ થતા પોલીસ ઇન્સ્પેકટર સુરેશ ચંદ અને બીજા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોચી ગયા હતા. સૌ પ્રથમ તેમણે ભીડને સમજાવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભીડ કપાયેલા ગાયના અંશોને ટ્રેક્ટરમાં નાખીને હાઈ-વે તરફ લઇ જઈ રહી છતી. ત્યારબાદ મામલો બેકાબુ બની ગયો હતો અને સુચના મળતા સુબોધ કુમાર આવ્યા હતા.

પરિસ્થિતિ ખરાબ થતા સુબોધ કુમારે લાઠી ચાર્જના આદેશ આપ્યા હતા. ભીડે પોલીસ સ્ટેશન બાજુ ચક્કાજામ કરી દીધો હતો.

મૃત ગાયના અંશો મળ્યા

ત્યાં હાજર રહેલા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે જયારે ઘટનાસ્થળે પહોચ્યા ત્યારે ત્યાં મૃત ગાયના કેટલાક અંશો જોયા. અમે ટોળાને આ મામલે કહ્યું કે પોસ્ટમોર્ટમમાં આ અંશને મોકલીશું અને પરંતુ ત્યાં ઉપસ્થિત લોકો અલગ-અલગ વાત કહેવા લાગ્યા. પોલીસ તે લોકોને સમજાવવામાં નિષ્ફળ રહી હતી.

પોલીસની ચોકી પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. ભીડ દ્વારા ત્યાં આજુ-બાજુ પડેલા તમામ વાહનોને આગ ચાંપી દીધી હતી.

પોલીસ ઇન્સ્પેકટરની પિસ્તોલ છીનવીને મારી ગોળી 

હિંસા વધી જતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે પથ્થરમારો શરુ થઇ ગયો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનોએ પોલીસને ઘેરી લીધી હતી. આ દરમ્યાન ઇન્સ્પેકટર સુબોધ કુમારની બંદુક છીનવી લઈને તેમના માથા પર ગોળી મારી દીધી હતી. ત્યારબાદ ટોળાએ મારપીટ કરી અને ઈંટ ફેંકી હતી.

તાત્કાલિક ઇન્સ્પેક્ટર સુબોધ કુમારને તાત્કાલિક હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત ઘોષિત કર્યા હતા.પોલીસે ૬૦ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બુલંદશહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને મળ્યા હતા.

અમારે રૂપિયા નથી જોઈતા 

મનીષાએ ૫૦ લાખ રૂપિયાના વળતર મામલે મનીષાએ કહ્યું કે અમારે રૂપિયા નથી જોઈતા. મારા ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે જેથી દુનિયા તેને સલામ કરે.

સરકાર ભાઈના નામનું સ્મારક બનાવે 

મૃત ઇન્સ્પેકટરની બહેને માંગ કરી છે કે તેમના ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે અને તેમના ગામમાં તેમનું નામનું સ્મારક બનાવવામાં આવે.

સુબોધ કુમાર કોઈ સામાન્ય માણસ નહતા આની પહેલા પણ તેમના પિતાએ જીવ ગુમાવ્યો હતો.

સુબોધ કુમારના પુત્રનું નિવેદન 

મૃત ઇન્સ્પેકટર સુબોધ કુમારના પુત્ર અભિષેકે બુલંદ શહેર હિંસા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે માતા પિતા હંમેશા મને એક સારા નાગરિક બનવાનું કહેતા હતા. ધર્મના નામે થતી હિંસા તેઓ ક્યારેય ઇરછતા નહતા. આજે હિંદુ-મુસ્લિમની લડાઈને લીધે મે મારા પિતા ગુમાવ્યા છે હજુ આવા કેટલા લોકો આ જ લડતમાં તેમના પિતાને ગુમાવશે ?