Cricket/ સેમીફાઈનલમાં હાર બાદ પણ ટીમ ઈન્ડિયાને મળશે આટલા પૈસા

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સેમીફાઈનલ મેચમાં હારનાર ટીમને ICC દ્વારા લગભગ…

Top Stories Sports
ICC Prize Money

ICC Prize Money: T20 વર્લ્ડ કપ 2022  છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. આવતીકાલે એટલે કે 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મક્કા કહેવાતા મેલબોર્નના મેદાન પર ફાઈનલ મેચ રમાશે. જ્યાં પાકિસ્તાની ટીમ નસીબના સહારે ફાઇનલમાં પહોંચી છે. સેમીફાઈનલમાં હાર્યા બાદ પણ ભારતીય ખેલાડીઓને મોટી રકમ મળશે.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સેમીફાઈનલ મેચમાં હારનાર ટીમને ICC દ્વારા લગભગ 3 કરોડ રૂપિયા આપવામાં આવશે. જેના કારણે ખેલાડીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ભારતની સાથે ન્યુઝીલેન્ડને પણ આ રકમ મળશે કારણ કે કિવી ટીમને સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ 2022ની ટ્રોફી જીતનાર ટીમને લગભગ 13 કરોડ 4 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. તો ફાઇનલમાં હારનાર ટીમને લગભગ 6 કરોડ રૂપિયા મળશે.

T20 વર્લ્ડ કપ 2022માં 16 ટીમોએ ભાગ લીધો હતો. આ T20 વર્લ્ડ કપમાં ઘણી નાની ટીમોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવીને T20 વર્લ્ડ કપનો માર્ગ બદલી નાખ્યો. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સેમિફાઈનલમાં ટીમ ઈંગ્લેન્ડ સામે ટકી શકી ન હતી અને 10 વિકેટથી મેચ હારી ગઈ હતી.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/હવે ગુજરાતમાં ચાલશે બ્રાન્ડ યોગીનો જાદુ: મોદી,