Not Set/ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલએ PMને લખ્યો પત્ર, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા કરી રજુઆત

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઈર્સનું સંક્રમણ સતત વધી રહયું છે. ત્યારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે PM મોદીને પત્ર લખ્યો છે. અને ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે માંગ કરી છે. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા માંગ કરી છે. તો સાથે સાથે કોવિડ 19 થી મૃત્યુ પામનાર  મૃતકોની અંતિમવિધિ અંગે […]

India
639a707b33d1febaa6235b93b981c9e5 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલએ PMને લખ્યો પત્ર, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા કરી રજુઆત
639a707b33d1febaa6235b93b981c9e5 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલએ PMને લખ્યો પત્ર, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા કરી રજુઆત 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈર્સનું સંક્રમણ સતત વધી રહયું છે. ત્યારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે PM મોદીને પત્ર લખ્યો છે. અને ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે માંગ કરી છે. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા માંગ કરી છે. તો સાથે સાથે કોવિડ 19 થી મૃત્યુ પામનાર  મૃતકોની અંતિમવિધિ અંગે પણ સ્પષ્ટતા કરવા રજુઆત કરી છે. સમગ્ર ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં સચ્ચા પ્રોટોકોલ સાથે સારવાર થાય તે જરૂરીછે. દવા અને ઇન્જેક્શનના કાળા બજાર પર રોક લગાવવી જરૂરી છે. કેમ કે ગરીબ માણસોને ઉંચી કિંમતે દવાઓ અને ઇન્જેક્શન ખરીદવાની ફરજ પડી રહી છે. ભરૂચ સહિત ગુજરાત માં કોરોનાના વધતા સંક્રમણને મામલે ભારત સરકાર તાત્કાલિક કેન્દ્રની ટિમો મોકલે

d452fda068cb3fe6f3dc0dc1793c6212 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલએ PMને લખ્યો પત્ર, ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા કરી રજુઆત

અહેમદ પટેલના પીએમ મોદીના પત્ર અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.