રાજકોટ/ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના કર્મીની રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

રાજ્યમાં અવારનવાર દારુ અને જુગારના અડ્ડા પર રેડ  પાડવામાં આવે છે. ત્યારે વધુ એકવાર  રાજકોટમાં જુગારધામ દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Rajkot
જુગારધામ
  • રાજકોટના એવરેસ્ટ બિલ્ડિંગની ઓફિસમાં ચાલતું હતું જુગારધામ  
  • જુગારધામમાં ક્રાઇમ બ્રાન્ચના કર્મીની સંડોવણી સામે આવી
  • ક્રાઇમ બ્રાન્ચના કર્મી સામે તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી

Rajkot News: રાજ્યમાં અવારનવાર દારુ અને જુગારના અડ્ડા પર રેડ  પાડવામાં આવે છે. ત્યારે વધુ એકવાર  રાજકોટમાં જુગારધામ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે ચોંકાવનારી બાબત તો એ છે કે, જુગારધામમાં ક્રાઇમ બ્રાન્ચના કર્મીની સંડોવણી સામે આવી છે. આ જુગારધામ ક્રાઇમ બ્રાન્ચના કર્મીની રહેમ નજર હેઠળ ચાલતું હતું. પોલીસે દરોડા દરમિયાન 25 જેટલા જુગારીઓ ઝડપાયા હતા, જેને ખુદ પોલીસકર્મીએ મંજૂરી આપી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં ભાંડો ફૂટ્યો છે કે, આ જુગાર ક્લબમાં ક્રાઇમ બ્રાન્ચ જ એક કર્મચારીએ જુગાર ધામને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી.

મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમીન માર્ગ પર આવેલ તારીકા એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કેટલાક લોકો લાકડાના ટેબલ ફરતે જુગાર રમી રહ્યા હતા.  જેના પર ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી ઝડપી પાડ્યો છે. જેમાં હવે આ જુગારધામમાં ક્રાઈમ બ્રાન્ચના કર્મીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેના મામલે વરિષ્ઠ અધિકારીઓએ આ કર્મી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટ બાદ કાર્યવાહી કરવાની માહિતી સામે આવી છે.

આ દરોડાની કાર્યવાહીમાં 25 શખ્સોની ધરપકડ કરાઇ હતી, સાથે સાથે જુગાર ક્લબમાંથી 2.90000 રૂપિયાનો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, આ જુગાર ક્લબમાં રાજકોટ, મોરબી, જામનગર પંથકના જુગારીઓ જુગાર રમવા આવતા હતા. જોકે, હવે આ સમગ્ર મામલે મોટો ભાંડો ફૂટતા તપાસ રિપોર્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મી પર કાર્યવાહી થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના કર્મીની રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ