Crime/ લાખ રૂપિયા પગાર છતા ન ધરાયો જીવ, કોન્ટ્રાક્ટર પાસેથી માંગી 15 હજારની લાંચ અને પછી…

સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ નટવરલાલ મોદી 15 હજારની લાંચમાં એસીબીનાં જાળમાં ફસાયા છે.

Gujarat Surat
Mantavya 79 લાખ રૂપિયા પગાર છતા ન ધરાયો જીવ, કોન્ટ્રાક્ટર પાસેથી માંગી 15 હજારની લાંચ અને પછી...

સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ નટવરલાલ મોદી 15 હજારની લાંચમાં એસીબીનાં જાળમાં ફસાયા છે.

Covid-19 / નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

લાંચીયા આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીનો મહિને 1.10 લાખનો પગાર હોવા છતાં કોન્ટ્રાકટર પાસેથી ડ્રેનેજનાં જોડાણ મજૂર કરવા માટે 15 હજારની લાંચ છેલ્લા એક અઠવાડિયાથી માંગતો હતો. જેનાથી કંટાળી પ્લમ્બીંગ કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. રાંદેર વેસ્ટ ઝોનની ડ્રેનેજ વિભાગની ઓફિસમાં ગુરુવારે એસીબીનાં સ્ટાફે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીને 15 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો. જિજ્ઞેશ મોદીએ લાંચની રકમ ખિસ્સામાં મુકતાની સાથે એસીબીની એન્ટ્રી પડતા તેનો પસીનો છુટ્ટી ગયો હતો. એસીબીએ મોડીસાંજે પાલિકાનાં આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ નટવરલાલ મોદી(50)(રહે,મારૂતિ રો હાઉસ,હનીપાર્ક રોડ,અડાજણ)ની સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આસિસ્ટન્ટ ઈજનેરનાં નોકરીનાં 8 વર્ષ બાકી છે.

Vaccination / Dy CM નીતિન પટેલ લેશે કોરોનાની રસીનો પહેલો ડોઝ

120 ફલેટો પૈકી એક ફલેટના 150 રૂપિયા નક્કી કરી 18 હજારની લાંચ માંગી હતી

જહાંગીરપુરામાં બિલ્ડરનો એક હાઇરાઇઝ પ્રોજેકટ છે. જેમાં 120 ફલેટ છે. હાઇરાઇઝ પ્રોજેક્ટમાં ડ્રેનેજનાં જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ડ્રેનેજ જોડાણો મંજૂર કરવા માટે પાલિકાનાં આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીએ એક ફલેટ દીઠ 150 રૂપિયા લેખે 18 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રકઝક બાદ અંતે 15 હજારની રકમ આપવાનું નક્કી થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ