Gandhinagar News: ખોરાકમાં જીવજંતુ નીકળવાની ઘટનાનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલિયાવાડી બહાર આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂષિત આહારની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે, પણ જ્યારે તેની મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે રીતસરના નંબરો બંધ સ્થિતિમાં હતા. હવે જે હેલ્પલાઇન છે તેના નંબર જ બંધ હાલતમાં છે તો નાગરિકો ફરિયાદ ક્યાં કરે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રીતસર આ રીતે નાગરિકો સાથે ક્રૂર મજાક કરી છે. વિભાગે જારી કરેલા નંબર જ બંધ હાલતમાં હોય તો નાગરિકો માટે પછી હોહા કરવાનો અને તેના સિવાયનો કોઈ આરો જ રહેતો નથી. આ અંગે ફૂડ વિભાગ શું સ્પષ્ટતા કરશે. હેલ્પલાઇન બંધ રાખીને ફૂડ વિભાગે ગુજરાતી નાગરિકોના જાહેર આરોગ્યને ભગવાન ભરોસે છોડી દીધુ છે. હવે શું લોકો ફરિયાદ કરવા માટે છેક ગાંધીનગર આવે. આ જોતા તો એમ જ લાગે છે કે હેલ્પલાઇનને જ હેલ્પલાઇનની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થો, વિવિધ ડ્રિન્ક્સમાં અને ફૂડ પેકેટમાંથી જીવજંતુઓથી લઈને દૂષિત તત્વો નીકળવાનું પ્રમાણ વધી રહ્યુ છે. આ સંજોગોમાં ગ્રાહકોને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદની તાતી જરૂરિયાત છે. તેની ગાઇડલાઇનની જરૂર છે ત્યારે તેનો હેલ્પલાઇન નંબર જ બંધ આવે છે. આમ મદદ તો બાજુએ રહી, પરંતુ ગ્રાહક તેની હૈયાવરામ ઠાલવી શકે તેવી સ્થિતિ પણ તેના માટે રહી નથી. તેથી બિચારો અથડાતો કૂટાતો ગ્રાહક ગમે તે રસ્તા અપનાવે છે.
આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ
આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર