Banaskantha News: બનાસકાંઠાના ડીસામાં 80 લાખથી વધુ રૂપિયાની લૂંટ થઈ ગઈ છે. આંગડિયા પેઢીના હવાલાના નાણા લૂંટવામાં આવ્યા છે. ડીસાના લાલચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરની અણીએ લૂંટ કરવામાં આવી છે. આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર રૂપિયા લઈને જતો હતો. ત્યારે બે શખ્સોએ તેને રિવોલ્વર બતાવી રૂ.80 લાખથી વધુની લૂંટ ચલાવી હતી.
આ ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં હવાલાનું કામ કરતા ટીનાભાઈ રાજપૂતના ઘરેથી ઓફિસ મેન 80 લાખથી વધુની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને બંદૂક બતાવી વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી પૈસા ભરેલી થેલી લઈને ભાગી ગયા હતા.
બનાસકાંઠા એલસીબી અને એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા ઉત્તર દક્ષિણ એલસીબી અને એસઓજી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બનાસકાંઠામાં લૂંટની અન્ય ઘટનામાં હાઇવે પર છરો બતાવીને કારની લૂંટ કરવામાં આવી હતી. પાલનપુર-અંબાજી હાઇવે પર કારની લૂંટ કરવામાં આવી હતી.
છરો બતાવી બે શખ્સો ઇકો કાર લઈને ફરાર થયા હતા. પાલનપુર જવા ગાડી ભાડે કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. કાર માલિકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટીમો બનાવી કારની શોધખોળ આદરી છે. ગોળા નજીક લઘુશંકા કરવા ગાડી ઊભી રખાવી છરો બતાવીને લૂંટ ચલાવી બે શખ્સો ઇકો કાર લઈ ફરાર થયા હતા. લૂંટારૂઓએ ગામઠી ભાસામાં કાર જોઈએ તો મહેસાણા આવજો તેમ કહી ફરાર થયા હતા.
આ પણ વાંચો: અરવલ્લીમાં બેન્ક મેનેજર અને પટાવાળાને ચાકૂ બતાવીને 25 લાખની લૂંટનો પ્રયાસ
આ પણ વાંચો: બંટી-બબલીએ કાનપુરમાં “વૃદ્ધથી યુવાન” થેરપીથી લૂંટી, 35 કરોડ રૂપિયા લઈને ભાગ્યા
આ પણ વાંચો: બનાસકાંઠામાં લૂંટ આચરનારા આરોપીઓની અટકાયત કરાઈ