@મયુર જોષી
Valsad News : દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા રસ્તાઓ શોધી કાઢતા હોય છે. ત્યારે વલસાડમાં વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો દમણ થી સુરત લઈ જતા હતા. આ દરમિયાન વલસાડ એલસીબી પોલીસને દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળતા ઘટના સ્થળે જઈ 1 આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ દમણથી સુરતના રસ્તે એક ટેમ્પો પૂઠાના ખોખામાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે તેવી બાતમી વલસાડ એલસીબી પોલીસને મળી હતી. વલસાડ જિલ્લા એલસીબી પોલીસ અને તેમની ટીમે પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોક્યો હતો. જોકે, અંદર તપાસ કરતા ટેમ્પોમાં પૂઠાના ખોખામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ટેમ્પા ચાલકની વધુ પૂછપરછ કરી હતી. વધુ તપાસ કરતા આશરે રૂપિયા 3.70 લાખની કિંમતનો વિદેશી દારૂ હોવાનું જણાયું છે. પરંતુ તેને વધુ અસંતોષકારક જવાબ આપતા એલસીબી પોલીસે તેને મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. વધુ તપાસ કરતા આશરે રૂપિયા 3.70 લાખની કિંમતનો વિદેશી દારૂ હોવાનું જણાયું છે.
પોલીસે પકડાયલો દારૂનો જથ્થો તેમજ ટેમ્પાને કબજે કર્યો છે. કાર્યવાહીમાં પોલીસે 3.70 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
