Not Set/ રાજકોટ/ કોરોનાથી જીલ્લામાં પ્રથમ મોત, 60 વર્ષીય વૃધ્ધાએ લીધા અંતિમ શ્વાસ

ગુજરાત રાજ્ય સહિત દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે આજે રાજકોટમાં 60 વર્ષય વૃદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે રાજકોટમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કેસો આજ સુધીમાં લગભગ 59 જેટલા કેસો નોંધાય ચુક્યા છે મૃતક વૃદ્ધા રાજકોટના […]

Gujarat Rajkot

ગુજરાત રાજ્ય સહિત દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે આજે રાજકોટમાં 60 વર્ષય વૃદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે રાજકોટમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કેસો આજ સુધીમાં લગભગ 59 જેટલા કેસો નોંધાય ચુક્યા છે મૃતક વૃદ્ધા રાજકોટના જંગલેશ્વર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાઇરસથી રાજકોટની 60 વર્ષની મહિલાએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. જંગલેશ્વરમાં શેરી નં.25માં રહેતા મોમીનબેન ઝીકરભાઇનું મોત નીપજ્યું છે. તેઓ કોરોનાની સાથે બ્લડ પ્રેશરના પણ દર્દી હતા.  21 એપ્રિલના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. પરંતુ આજે બપોરે 2 વાગ્યે તબિયત લથડતા વેન્ટિલેટર પર લીધા હતા. પરંતુ દોઢ કલાકમાં જ દમ તોડી દીધો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.