Aravalli News : અરવલ્લીમાં એક બેન્ક મેનેજર અને પટાવાળાને ચાકૂની ધાક બચાવીને 25 લાખની લૂંટના પ્રયાસનો બનાવ બનતા ચકચાર મચી છે. અરવલ્લીના ભિલેડાથી મુનાઈ વચ્ચે લૂંટના પ્રયાસનો આ બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ મુનાઈ સાબરકાંઠા બેન્કના મેનેજર અને પ્યુન ભિલોડા બેન્કમાંથી રૂ.25,00,000 લઈને મુનાઈ પરત આવી રહ્યા હતા.
દરમિયાન ભિલોડા અને મુનાઈ વચ્ચે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ બેન્ક મેનેજર અને પટાવાળાને અટકાવ્યા હતા. બાદમાં આરોપીઓે ચાકૂની ધાક બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા LCB અને ભિલોડા પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
