Banaskantha News: બનાસકાંઠામાં લૂંટ (Loot) આચરનારા પાંંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. થરામાં યુવકને સોનાના બિસ્કિટ સસ્તામાં આપવાની લાલચ આપી કારમાં અપહરણ (Kidnapping) કરી પાંચ લાખની લૂંટ મચાવી હતી. પોલીસે લૂંટ કરેલ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં આરોપીઓ અમદાવાદ અને પાલનપુરના હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં પાંચ ગુનાઓ નોંધાયેલ છે.
સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. કારે પલ્ટી ખાધા બાદ કારમાં દોઢ કરોડ ભરેલા બે થેલા લૂંટારુઓ લૂંટી ગયા હતા. કારચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે કારચાલકની ફરિયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમોમાં સ્થાનિક પોલીસ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર હાલ ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને કહ્યું કે, કારમાં પંચર છે. વેપારી ઉતરીને જોવા ગયો એટલીવારમાં કારમાં પડેલો થેલો લઈને બે શખસો રફૂચક્કર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતા હાલ ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં શહેરમાં તહેવારોના કારણે અલગ-અલગ જગ્યાએ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
