Surat News: આજે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, પરંતુ સુરતના એક હીરાના વેપારીએ લેબગ્રોન ડાયમંડ(Labgrown Diamond)માં ટ્રમ્પની લાઈવ પ્રતિકૃતિ બનાવી છે. જાણકારી મુજબ હીરાના ઉત્પાદકે 2 મહિનાની મહેનત બાદ અનુભવી ઝવેરીઓની મદદથી 4.30 કેરેટના લેબગ્રોન હીરામાંથી ટ્રમ્પનો ફોટો (પ્રતિકૃતિ) તૈયાર કરી ભેટ આપશે.
ડોનાલ્ડ ટ્રમ્પની લેબગ્રોન ડાયમંડની પ્રતિકૃતિ સુરત(Surat)ના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.” કુદરતી હીરા (Natural Diamond) સામાન્ય રીતે ખાણમાંથી મળી આવે છે, બાદમાં તેને કટિંગ કરી પોલિશ કરવામાં આવે છે. તેનાથી ઊલટું લેબગ્રોન ડાયમંડને લેબમાં તૈયાર કરાય છે. હીરાને ઊંચા દબાણ હેઠળ તૈયાર કરી કટિંગ અને પોલિશિંગ થાય છે.

ઉદ્યોગપતિએ જણાવ્યું કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃતિ માટે છેલ્લા 60 દિવસથી તૈયારીઓ કરાતી હતી. ઉપરાંત તેની ખાસિયત છે કે પીએમ મોદીએ આજ કંપનીનો ડાયમંડ (ગ્રીન ડાયમંડ) રાષ્ટ્રપતિ જો બિડેનના પત્ની જીલ બિડેનને ભેટમાં આપ્યો હતો. આ લેબગ્રોન ડાયમંડ સાચા હીરાના જેવો જ ચમકતો અને ગુણવત્તા ધરાવતો હોય છે.
હીરાના ઉત્પાદકે જણાવ્યું કે, હીરાના કાચા માલને તૈયાર કરવામાં 40 દિવસ થયા હતા. બાકીના દિવસોમાં હાઈ પ્રેશરમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો. હીરાના વેપારીને તેની કિંમત પૂછવામાં આવી તો જવાબ આપવા તૈયાર નથી.
આ પણ વાંચો:હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, લેબગ્રોનની માગ વધતા બજાર સ્થિર રહેવાના અણસાર
આ પણ વાંચો:રેપાપોર્ટે હીરાના ભાવમાં કર્યો ઘટાડો, સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે નિરાશા
