Surat diamond recession issue/ સુરતમાં હીરા બજારમાં 50 વર્ષમાં પહેલી વખત ભારે મંદી, 17 લાખ રત્નકલાકારોનું ભાવિ ભયમાં, બે લાખે નોકરી ગુમાવી

સુરતમાં 50 વર્ષમાં પહેલી વખત હીરા બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે. કેટલીય ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે તો કેટલીય ફેક્ટરીઓએ પગારમાં 50 ટકા કાપ મૂક્યો છે.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં 50 વર્ષમાં પહેલી વખત હીરા બજાર (Diamond Market)માં ભારે મંદી જોવા મળી રહી છે. કેટલીય ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે તો કેટલીય ફેક્ટરીઓએ પગારમાં 50 ટકા કાપ મૂક્યો છે. 17 લાખ રત્નકલાકારોનું ભવિષ્ય સંકટમાં છે. સુરતમાં અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગની મંદીના લીધે બે લાખથી વધુ રત્ન કલાકારો નોકરી ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 18 મહિનામાં 45 રત્ન કલાકારે આત્મહત્યા કરી છે.

ડાયમંડ વર્કર યુનિયને કર્મચારીઓને મદદ માટે કોલ કર્યા છે. 3000થી વધુ કર્મચારીઓને મદદ માટે કોલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થયો છે. માંગમાં ઘટાડો થતાં સુરતનો હીરા ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો છે. ગુજરાતમાં પહેલી વખત હીરાની નિકાસ 36.11 ટકા થઈ છે અને તેની સામે આયાત 20.11 ટકા થઈ છે.

આજે મંદીના લીધે પરિસ્થિતિ એવી છે કે સુરતના રત્ન કલાકારો વાહનચોરી, ચેઇન ચોરી તથા ડ્રગ્સ પેડલર બનવા સહિતના ગુનાખોરીના માર્ગે ચઢી ગયા છે. આ ઉપરાંત તેઓ છેતરપિંડીના માર્ગે પણ ચઢ્યા છે. તેની સાથે કેટલાય લોકોએ આત્મહત્યા કરતાં તેમના કુટુંબ નોંધારા થઈ ગયા છે.

સુરત(Surat)નો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઊથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને છે, ત્યારે તેની સીધી અસર હીરા ઉદ્યોગો ઉપર જોવા મળે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે. ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર સંકટના વાદળ છવાય છે. પણ આ વખતે જે મંદી આવી છે તે ખૂબ જ ભયંકર છે.

ગુજરાતમાં 5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48 ટકા સુધીનો ઘટાડો થયો છે. ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું ટાળ્યું છે. માઇનિંગ કંપનીએ હરાજી ટાળવા સાથે છૂટછાટ આપી દીધી છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદી છેલ્લાં બે વર્ષથી જોવા મળી રહી છે. નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આશા લઈને બેઠા છે કે હવે મંદી દૂર થશે. પરંતુ લાંબો સમય પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી નેચરલ ડાયમંડની અંદર તેજી આવી નથી.

સુરત  ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. જેને કારણે હીરા ઉદ્યોગકારોની કેપિટલ ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે. નાણાકીય ધોવાણનો સમય ચાલી રહ્યો છે. નેચરલ ડાયમંડમાં વૈશ્વિક સ્તર ઉપર પણ અનેક સંકટો આવ્યાં હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર, અમેરિકાએ રશિયાની વસ્તુ પર પ્રતિબંધની વાત કરતા ‘ડાયમંડ ઉદ્યોગ’માં જોવા મળી શકે મંદી

આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર, સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું