Surat News/ ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર, સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું

વૈશ્વિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ ઉધોગ પર પડી છે.

Top Stories Gujarat Surat

Surat News: વૈશ્વિક મંદીની (Recession) વ્યાપક અસર સુરતના ડાયમંડ ઉધોગ (Diamond Industry) પર પડી છે. સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું પડતાં ડાયમંડ ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે. બહારના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા તેની ગંભીર અસર સુરત ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી છે.

હાલ ચીન, અમેરિકા સહિત યુરોપના દેશોમાં આર્થિક મંદી છવાઈ છે. નાણાકીય વર્ષ 2022-23 માં 12,765 કરોડ નો ઘટાડો નોંધાયો હતો. જે બાદ સુરત ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટમાં ઘટાડો થયો છે. આ સાથે જ વર્ષ 2024-25 માં એકસપોર્ટ 30થી 40 ટકા ઓછું રહેવાનો અંદાજ ડાયમંડ ઉદ્યોગકારો સેવી રહ્યા છે.

આમ તો એક બાજુ નેચરલ ડાયમંડ અને રફ ડાયમંડનું વેચાણ ઘટ્યું છે પરંતુ બીજી બાજુ લેબગ્રોન ડાયમંડે સારું વેચાણ કર્યું છે. છતાં પણ બહારના દેશોમાં ડાયમંડના વેચાણ ઘટતા એક્સપોર્ટમાં ઘટાડો થયો ઈનપોર્ટમાં ઘટાડો થયો છે જે એક મોટો ચિંતાનો વિષય બનીને ડાયમંડ ઉદ્યોગના સામે આવ્યો છે.

@રાબિયા સાલેહ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત મનપાના સહકારથી બિહાર વિકાસ મંડળ દ્વારા છઠ પૂજાનું આયોજન

આ પણ વાંચોઃસુરત એરપોર્ટ પર 25 US વિઝા ધારક પેસેન્જર્સ અટવાયા

આ પણ વાંચોઃસુરતના અશ્વની કુમાર સ્મશાન ગૃહની દાદાગીરી, દિવાળીમાં મહેમાનોને આવાનો સમય છે કહી અગ્નિસંસ્કારની કરી મનાઈ