દિલ્હી,
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું. સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો. તે હંમેશાં દરેકની મદદ માટે આગળ રહેતા હતા. સુષ્મા એક સ્ટ્રોન્ગ પર્સનાલિટી છે. પોતાના સૌમ્ય આચરણ અને ભાષણ દ્વારા ભારતીય રાજકારણમાં એક અલગ જ ઓળખ ઉભી કરનારા સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. તેમના નિધનની સાથે દિલ્હીએ ગત એક વર્ષની અંદર ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુમાવી દીધા છે.
સુષ્મા સ્વરાજ ઓક્ટબરથી ડિસેમ્બર 1998 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
આપને જણાવીએ કે ગત મહિને જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું પણ નિધન થયું હતું. 20 જુલાઇએ દિલ્હીના ફોર્ટિસ એસ્કાર્ટ્સ હોસ્પિટલમાં શીલા દીક્ષિતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 1998થી 2013 સુધી સતત 15 વર્ષો સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાનું પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિધન થયું હતું. વર્ષ 1993થી 1996 સુધી તેઓ રહ્યા હતા. તેમને વર્ષ 2004માં રાજસ્થાનના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા.
આમ, એક વર્ષથી પણ ઓછા સમયમાં દિલ્હીએ પોતાના આ ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
