Ahmedabad News/ લાંચ લેતા સાણંદના સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારીની ધરપકડ

આરોપીએ Bribeના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી હતી

Gujarat Ahmedabad
પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરાવવા માટે રૂ.80,000 ની લાંચ (Bribe)લેતા અધિકારી ઝડપાયો

Ahmedabad News : પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરાવવા માટે રૂ.80,000 ની લાંચ (Bribe)લેતા , ACBએ કેતનભાઇ ગીરીશભાઇ દવે, સીનીયર ઇન્ટેલીજન્સ ઓફીસર, સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોએ સાણંદ સેન્ટરની ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ, ફરીયાદીને પોલીસ પ્રોટક્શન મળેલ હોય અને તે પ્રોટેક્શન રીન્યુ કરાવા સારૂ ફરીયાદીએ અરજી કરી હતી. જે અરજી અનુસંધાને આરોપી કેતનભાઇ ગીરીશભાઇ દવે, સીનીયર ઇન્ટેલીજન્સ ઓફીસર, સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોએ સાણંદ સેન્ટર પોઝીટીવ અભિપ્રાય મોકલી આપવા સારૂ ફરીયાદી પાસેથી રૂ.80,000ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચ(Bribe)ના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ACB.નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે ગાંધીનગર સરગાસણ ચોકડી, સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં લાંચ(Bribe)ના છટકાનુ આયોજન કર્યું હતું. છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરેલ છે.


આ પણ વાંચો : ગુજરાતના ભ્રષ્ટ IAS અધિકારીને મોટો ઝટકો! 3.12 કરોડની લાંચ કેસમાં PMLA કોર્ટે જામીન અરજી ફગાવી

આ પણ વાંચો : જસ્ટિસ નિર્મલ યાદવને 17 વર્ષ પછી મોટી રાહત મળી, 15 લાખના લાંચ કેસમાં CBI કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

આ પણ વાંચો : લાંચ કેસ પાલનપુર નાયબ કલેક્ટર; ACB એ લોકરમાંથી 74 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને બિસ્કિટ ઝડપ્યા