Ahmedabad News: અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા શાળાના સ્થળ ફેરફાર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશવનગરમાં (Keshavnagar School) મંજૂરી મેળવેલી શ્યામ હાઈસ્કૂલ અને ઘનશ્યામ પ્રાથમિક (Ahmedabad School DEO Notice) સ્કૂલનું સંચાલન કથિત રીતે પૂર્વ મંજૂરી વિના જુહાપુરા ખાતેના (Juhapura School) અન્ય કેમ્પસમાં કરવામાં આવતું હોવાનું સરપ્રાઈઝ ચેકિંગમાં સામે આવ્યું છે. આ મામલે DEO દ્વારા બંને સંબંધિત મેનેજમેન્ટ પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
Ahmedabad School DEO Notice: સરપ્રાઈઝ ચેકિંગમાં હકીકત સામે આવી
શિક્ષણ નિરીક્ષકની ટીમ દ્વારા કરવામાં આવેલા અચાનક ચેકિંગ દરમિયાન કેશવનગર ખાતે જે સ્થળે શાળાને મંજૂરી આપવામાં આવી હતી ત્યાં શાળા ચાલતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ દરમિયાન શાળા જુહાપુરા સ્થિત અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના કેમ્પસમાં ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
પૂર્વ મંજૂરી વિના સ્થળ ફેરફારનો આક્ષેપ
DEO કચેરીના જણાવ્યા મુજબ, શાળાનું સ્થળ બદલતા પહેલાં વહીવટી તંત્રની જરૂરી મંજૂરી લેવાની હોય છે. પરંતુ પ્રાથમિક તપાસમાં શ્યામ હાઈસ્કૂલ અને ઘનશ્યામ પ્રાથમિક સ્કૂલ દ્વારા મંજૂરી વિના કેમ્પસનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી છે.
190 વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, તપાસ અહેવાલમાં શાળામાં પ્રાથમિક વિભાગના 173 અને માધ્યમિક વિભાગના 17, એમ કુલ 190 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને લઈને શાળાનું સંચાલન મંજૂર સ્થળથી અલગ સ્થળે કેવી રીતે કરવામાં આવ્યું તે અંગે પણ તંત્ર દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે.
બંને મેનેજમેન્ટને કારણદર્શક નોટિસ
DEO તંત્ર દ્વારા શ્યામ-ઘનશ્યામ સ્કૂલના મેનેજમેન્ટ ઉપરાંત જુહાપુરા સ્થિત અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના મેનેજમેન્ટને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. બંને પાસેથી તમામ આધાર-પુરાવા સાથે લેખિત ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.
હવે બંને મેનેજમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવનારા જવાબ અને દસ્તાવેજોની DEO કચેરી દ્વારા (Education Department Gujarat) ચકાસણી કરવામાં આવશે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય અથવા નિયમોના ભંગની પુષ્ટિ થશે, તો શાળા સામે નિયમોનુસાર વહીવટી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
શિક્ષણ તંત્રની કાર્યવાહીથી સંચાલકોમાં ચકચાર
મંજૂર સ્થળથી અલગ સ્થળે શાળા ચલાવવાના આક્ષેપને પગલે શિક્ષણ ક્ષેત્રે પણ ચર્ચા તેજ બની છે. હવે DEOની તપાસમાં મેનેજમેન્ટ તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે અને તેના આધારે તંત્ર કયા પગલાં ભરે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ જતા 15 બાળકોની વાનનો અકસ્માત! ડ્રાઇવરને ખેંચ આવતા ડિવાઇડર સાથે અથડાઈ
આ પણ વાંચો: ગાંધીનગર CID ક્રાઇમના નકલી PI બની સુરતના બિલ્ડરને ધમકી, કતારગામ પોલીસમાં ફરિયાદ
આ પણ વાંચો: રાજકોટમાં 3 લાખની લોનના બદલામાં પરિણીતાનું શોષણ, પત્નીની જેમ રહેવા દબાણ કર્યું
