વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને ભાજપે ગુજરાતમાં ધર્મસ્થાનોએથી મહાસફાઈ અભિયાનનો પ્રારંભ કર્યો છે. તેમા પણ વડાપ્રધાને ધાર્મિક સ્થાનોની સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્તા રાજ્યમાં પણ સ્વચ્છતાનો પ્રારંભ ત્યાંથી જ કરાવાયો છે. Religious places cleanliness મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સફાઈ અભિયાનમાં પોતે જોતરાયા છે.
આ ઉપરાંત ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓ ગુજરાતના વિવિધ તીર્થસ્થાનો પર અભિયાનમાં જોડાયા છે. વિવિધ ધર્મસ્થાનો પર ભાજપના નેતાઓએ સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. રાજ્યના સૌથી મહત્વના સ્થાનોથી લઈને દરેક ધર્મસ્થાનો પર વિવિધ મંત્રીઓ હાજર રહી સફાઈ કરાવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડનું સફાઈ અભિયાન હાથ ધર્યુ છે. Religious places cleanlinessજ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાલાજી હનુમાન મંદિરથી સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

સફાઈ અભિયાન દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શ સંકલ્પોને આગળ વધારવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગુજરાતના વિવિધ મંત્રીઓએ 15થી વધુ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધર્યુ છે. Religious places cleanliness રાજકોટમાં સીએમ ભુપેન્દ્ર પટેલે બાલાજી હનુમાનજી મંદિરથી સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. સીએમની જોડે સ્થાનિક સાંસદ, વિધાનસભ્ય, આગેવાનો હાજર રહ્યા હતા. તેઓએ બાલાજી મંદિરેથી સવારે નવ વાગ્યે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતમાં પ્રસિદ્ધ અંબાજી મંદિરના સંકુલમાં પાટીલે સફાઈ કરી તી. તેમની સાથે ભાજપ પ્રદશ પ્રમુખ અને અન્ય નેતાઓ જોડાયા હતા.
આ સફાઈ અભિયાનના પગલે મુખ્યમંત્રીએ દરેક નાગરિકને પોતે વસતા હોય તેની નજીકના વિસ્તારો સ્વચ્છ રાખવા હાકલ કરી હતી. અમદાવાદમાં ભદ્ર મંદિર પર ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સમયે અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ભદ્ર મંદિર પર સફાઈ કરી હતી. હર્ષ સંઘવીએ પોતે ભદ્રકાળી મંદિરમાં સફાઈ કરી હતી.
આ પણ વાંચોઃ ડમી કાંડ-તોડ કાંડ/ ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ
આ પણ વાંચોઃ યુએસ સુપ્રીમકોર્ટ-ગર્ભપાત/ અમેરિકન સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ ગર્ભપાતની દવા મિફેપ્રિસ્ટોન પર નહીં લાગે પ્રતિબંધ
આ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણી/ ગેહલોતે કહ્યું- દર મહિને 200 સીટો પર થશે અભ્યાસ, સર્વેમાં સરકાર રિપીટ થશે
