અમદાવાદ: ટેટ વનની પરીક્ષા સફળતાપૂર્વક લેવાયા પછી હવે રાજ્યમાં TET-2ની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. તેને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. 16મી તારીખે ટેટ વનની પરીક્ષા સફળતાપૂર્વક અને નિર્વિઘ્ને યોજાઈ હતી. હવે રવિવારે 23મી તારીખે આ પરીક્ષા પણ આ જ રીતે સફળતાપૂર્વક યોજાય તેના માટેની તૈયારી ચાલી રહી છે.
સમગ્ર રાજ્યમાં ટેટની પરીક્ષામાં લગભગ 2,76,000 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. TET-2 આમાં સૌથી મહત્વની વાત એ છે કે ઉમેદવારોમાં 96 ટકા ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપશે. આમ એકબાજુએ રાજ્યમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોની સ્થિતિ ખરાબ છે અને એક પછી એક શાળાઓને તાળા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારોની દોટ જોવા મળી છે.
રાજ્યના 900થી પણ વધારે કેન્દ્રો પર ટેટ-ટુ એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી લેવામાં આવનારી છે. TET-2 આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા બોર્ડ એલર્ટ થઈ ગયું છે. પરીક્ષાને લઈને ખાસ એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જો કે પરીક્ષાના ઉમેદવારો પર નજર નાખીઓ તો શિક્ષક બનવાની યોગ્યતા કસોટીમાં કુલ ઉમેદવારોમાંથી અંદાજે 96 ટકા ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી રહ્યા છે.
શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે, TET-2 રાજ્યના 900થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લેવાવાની છે. જેમાં રાજ્યભરમાંથી 2 લાખ 76 હજાર 66 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ ગેરરિતી ન થાય તેને લઈને તો પરીક્ષા બોર્ડ એલર્ટ થઈ ગયું છે. પરીક્ષાને લઈને ખાસ એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પરીક્ષાના ઉમેદવારો પર નજર કરીએ તો શિક્ષક બનવાની યોગ્યતા કસોટીમાં કુલ ઉમેદવારોમાંથી અંદાજે 96 ટકા ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી રહ્યા છે.
સ્વાભાવિક છે કે, સરકાર દ્વારા ખાનગી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ ફરજિયાત ગુજરાતી વિષય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તે સારી બાબત છે પરંતુ પાછલા વર્ષોની વાત કરવામાં આવે તો માતૃભાષાની સ્કૂલોનો જાણે મૃત્યુઘંટ વાગ્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું છે. TET-2 પાછલા પાંચ વર્ષમાં 207 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે. 120 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તાળા વાગ્યા છે, 700થી વધુ પ્રાથમિક શાળાઓને તાળા વાગ્યા છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો, આ વખતે અમદાવાદમાં 23 જેટલી અરજીઓ શાળાઓ બંધ કરવાની આવી છે. જેમાં મોટા ભાગની ગુજરાતી માધ્યમની શાળાઓ છે.
આ પણ વાંચોઃ દેવસ્થાનોમાં સફાઈ અભિયાન/ સ્વચ્છ ગુજરાતની પરિકલ્પનાઃ તીર્થસ્થાનોમાં ભાજપનું સફાઈ અભિયાન
આ પણ વાંચોઃ ડમી કાંડ-તોડ કાંડ/ ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ
આ પણ વાંચોઃ યુએસ સુપ્રીમકોર્ટ-ગર્ભપાત/ અમેરિકન સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ ગર્ભપાતની દવા મિફેપ્રિસ્ટોન પર નહીં લાગે પ્રતિબંધ
