Gujarat Reservoir/ ગુજરાતમાં 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર 80%થી વધુ ભરાયો

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા…..

Top Stories Gujarat Breaking News

Gujarat News: ચોમાસા દરમિયાન રાજ્યના 206માંથી 108 જળાશયો (Resrvoir) સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ (High Alert) જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) 85 ટકાથી વધુ જળસંગ્રહ કરવામાં આવ્યો છે.  સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ 76 ટકાની સામે અત્યારે 80 ટકાથી વધુ જળસંગ્રહ (Water Storage) કરાયો છે.

Gujarat: Storage in state's dams increases to 60% | India News - The Indian Express

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.

Gujarat braces for water crisis as reservoir levels plummet before summer

આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 286387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 432507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના (Rain) પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 62 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક, વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની જાવક તેમજ ભાદર-2માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

Gujarat Dharoi dam water released into Sabarmati river Lower promenades of riverfront closed | Dharoi Dam: गुजरात में धरोई बांध से साबरमती नदी में छोड़ा गया पानी, प्रशासन ने एहतियात के लिए

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 81 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 77 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં જળાશયો ઓવરફ્લો, ઉકાઈ અને મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

આ પણ વાંચો:રાજ્યના કુલ 207 જળાશયોમાં 93 ટકા જળસંગ્રહ