Bhavnagar News/ રેગિંગ મુદ્દે ભાવનગરમાં સરકારનો મોટો એક્શન! સર.ટી. હોસ્પિટલમાં અધિકારીઓ બદલાયા, HOD સસ્પેન્ડ

Ragging Case: ભાવનગરની સર.ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગ અને વહીવટી ક્ષતિઓના મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક કાર્યવાહી કરી છે. ડૉ. વિનોદ ગૌતમ સસ્પેન્ડ થયા છે અને અનેક અધિકારીઓના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Ragging Case: મેડિકલ કોલેજમાં મોટો નિર્ણય

Bhavnagar News: ભાવનગરની સર.ટી. હોસ્પિટલ (Sir T Hospital) અને મેડિકલ કોલેજમાં રેગિંગ તેમજ (Ragging Case) વહીવટી ક્ષતિઓને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ (Praful Pansheriya) ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકના અંતે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના રેગિંગ અથવા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાંને સહન કરશે નહીં અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Ragging Case: તબીબી અધિક્ષક સહિત અનેક અધિકારીઓના ચાર્જમાં ફેરફાર

Ragging Case: મેડિકલ કોલેજમાં મોટો નિર્ણય

સમીક્ષા બાદ સર.ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો સંભાળતા ડૉ. અશોક વાળાને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ડૉ. કેરવી દેસાઈને હોસ્પિટલના તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાંત, PMSSY બિલ્ડિંગના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. સમીર શાહને પણ તેમના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ઓર્થોપેડિક વિભાગમાં મોટી કાર્યવાહી

Ragging Case: મેડિકલ કોલેજમાં મોટો નિર્ણય

આરોગ્ય વિભાગે ઓર્થોપેડિક વિભાગના વડા (HOD) ડૉ. વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Doctor Suspended) કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ 11 માસના કરાર પર પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉ. પિનાકીન વોરાની સેવા પણ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી વિભાગમાં જવાબદારી અને શિસ્ત અંગે સરકારનું કડક વલણ સ્પષ્ટ થયું છે.

એડિશનલ ડીનના ચાર્જમાંથી પણ મુક્તિ

મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડૉ. અમિત પરમારને પણ તેમના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના આ નિર્ણયોને સર.ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં વહીવટી સુધારા તેમજ પારદર્શિતા વધારવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો: મહેસાણા અર્બન બેંક સાથે 10.88 કરોડની છેતરપિંડીનો આરોપ, પતિ-પત્નીએ મોર્ગેજ મિલકતો વેચી નાખ્યાનો ખુલાસો

આ પણ વાંચો: ‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી બે વર્ષ સુધી પરિવારને ભટકાવ્યા, હવે ખુલ્યો હત્યાનો સનસનાટીભર્યો રાજ

આ પણ વાંચો: રેલવેમાં નોકરી અપાવવાના નામે 10.24 લાખની ઠગાઈ, વડોદરાના 4 યુવકોને નકલી લેટર આપી ફસાવ્યા