Not Set/ વાજપેયીની અંત્યેષ્ટીમાં આતંકી ડેવિડ હેડલીનો ભાઈ પણ સામેલ થયો હતો !

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અંત્યેષ્ટી માં સામેલ થવા માટે પાકિસ્તાનથી આવેલા પ્રતિનિધિમંડળમાં મુંબઈ હુમલા માં સંડોવાયેલા આતંકી ડેવિડ હેડલીના ભાઈ દાનિયાલ ગિલાની સામેલ થયો હોવાનો ધડાકો થયો છે. ટીવી ચેનલોના રિપોર્ટ અનુસાર વાજપેયીની અંત્યેષ્ટી કાર્યક્રમમાં સામેલ થવા માટે 17 ઓગસ્ટે પાકિસ્તાનની કાર્યવાહક સરકારના કાનૂન અને સુચના પ્રસારણ મંત્રી અલી જાફર ભારત આવ્યા હતા.   […]

Top Stories India

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અંત્યેષ્ટી માં સામેલ થવા માટે પાકિસ્તાનથી આવેલા પ્રતિનિધિમંડળમાં મુંબઈ હુમલા માં સંડોવાયેલા આતંકી ડેવિડ હેડલીના ભાઈ દાનિયાલ ગિલાની સામેલ થયો હોવાનો ધડાકો થયો છે.

ટીવી ચેનલોના રિપોર્ટ અનુસાર વાજપેયીની અંત્યેષ્ટી કાર્યક્રમમાં સામેલ થવા માટે 17 ઓગસ્ટે પાકિસ્તાનની કાર્યવાહક સરકારના કાનૂન અને સુચના પ્રસારણ મંત્રી અલી જાફર ભારત આવ્યા હતા.

 

તેની સાથે આવેલા ત્રણ અધિકારીઆેમાં એક દાનિયાલ ગીલાની પણ હતો. દાનિયાલ મુંબઈ આતંકી હુમલા ના કાવતરાને અંજામ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આતંકી ડેવિડે હેડલી નો ભાઈ છે. બન્નેના પિતા એક જ હતા પરંતુ માતા અલગ છે. દાનિયાલ ગિલાની પહેલાં પણ અનેક રીતે સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેનો ડેવિડ હેડલી સાથે કોઈ સંપર્ક નથી. તે એ વાતથી પણ ઈનકાર કરી રહ્યા છે કે તેને ડેવિડ હેડલી ના આતંકી સંપર્કો અંગે કોઈ જાણકારી હતી.