કહેવાય છે કે કોઈના દિલ સુધી પહોંચવાનો રસ્તો MasterSheff India તેના પેટથી થઇ ને જાય છે. ત્યારે શાનદાર રસોઈકળાથી તેમજ પોતાની સાદગી અને સત્યતાથી નયનજ્યોતિએ લોકોના હૃદય સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. ઘણા અઠવાડિયાઓ સુધી અવનવા પડકારોનો સામનો કરી આસામના નયનજ્યોતિ સૈકિયા માસ્ટરશેફ ઇન્ડિયાનો વિનર બન્યો છે.અહીં ‘માસ્ટર શેફ ઈન્ડિયા 7’ના ગ્રાન્ડ ફિનાલેમાં જાણીતા શેફ સંજીવ કપૂરે હાજરી આપી હતી.
શોન શેફ દ્રારા કન્ટેસ્ટન્ટ્સની કસોટી
શોના અંતમાં શોના 3 શેફ દ્રારા ટોપ-3 કન્ટેસ્ટન્ટ્સની કસોટી કરવામાં આવી હતી . જેમાં નયનજ્યોતિ માસ્ટર શેફ ઈન્ડિયાની ટ્રોફી તેમજ 25 લાખ રૂપિયા અને ગોલ્ડન શેફ કોટ જીત્યો છે.નયનજ્યોતિ સૈકિયાએ શો જીત્યા પછી ખુબજ ખુશ જોવા મળ્યા હતા.આપને જણાવી દઈએ નયનજ્યોતિએ તાજેતરમાં ઇટાઇમ્સમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં MasterSheff India તેમને કહ્યું હતું કે, “અત્યારે મારી જીત વિશે કશું અનુભવી નથી રહ્યો કારણકે શો જીત્યો ત્યારથી મેં આ અંગે કોઈની સાથે વાત નથી કરી.
મન હોય તો માળવે જવાય
માસ્ટરશેફ જીત્યા બાદ તેમણે તેમના ભવિષ્ય વિશે પણ વાત કરી હતી. MasterSheff India તેમને કહ્યું હતુંકે તેમની પસંદગી માસ્ટરોશેફ ઈન્ડિયામાં થશે તેવું તેમને વિચાર્યું પણ નહોતું. હું ફક્ત ઓડિશન આપવા આવ્યો હતો અને જ્યારે મારી પસંદગી થઈ ત્યારે હું ખુશીથી જુમી ઉઠ્યો હતો. ત્યારબાદ મને મારા નામનું એપ્રન આપવામાં હતું,જેને જોઈને હું ખુબજ ખુશ થઈ ગયો હતો.મને છેલ્લે સુધી વિશ્વાસ નાટો બેસતો કે હું આગળ વધી શકીશ પરંતુ જયારે હું સેમિફાઇનલમાં પહોંચ્યો ત્યારે મને લાગ્યું કે હા હું હવે કરી શકીશ,અને હું અંતિમ સુધી ટકી શક્યો.તેમણે તેમના ભવિષ્ય વિશે જણાવતા કહ્યુકે હું આવતા બે મહિના આરામ કરીશ અને પછી ટ્રાવેલ કરીશ કારણકે ટ્રાવેલિંગ મને ખુબજ પસંદ છે. આ સિવાય હું રસોઈની વધુ તાલીમ લઈશ જેથી હું રસોઈનો નિષ્ણાત બની શકું.
બાળપણથીજ શીખી ગયો હતો રસોઈ
મને મળેલી ઈનામની રકમથી હું મારું રેસ્ટોરાં શરૂ કરવા માગું છુ. MasterSheff India આ સિવાય તેને જણાવ્યું કે તેનો પરિવાર તેના સેફ બનવાના નિર્ણય સાથે સહમત ન હતા.મને બાળપણથીજ રસોઈનો ખુબજ શોખ હતો જેથી હું બાળપણથીજ રસોઈ શીખી ગયો હતો.અને મારા મિત્રોને પણ બનાવીને જમાડતો હતો.
પેરેંટ્સ ખૂબજ ગર્વ અનુભવે છે
હું ત્યારે એન્જીનિયરિંગ કરી રહ્યો હતો,જેથી મારા માતા-પિતાનેમેં એન્જીનિયરિંગ પૂરું કાર્ય પછી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવાનું કહી દીધું હતું.પરંતુ તેઓ આ જાણી ખુશ ન હતા. પરંતુ મેં હાર ના માની અને ઈન્ટરનેટની મદદથી મારું પેશન જીવતું રાખ્યું.મારા પિતા હંમેશા મારાથી ઉખડેલા રહેતા કારણકે તેમને લાગતુકે હું મારા સમયનો વેડફાટ કરી રહ્યો છુ. પરંતુ જયારે હું માસ્ટરશેફ જીત્યો ત્યારે તેમને મારા ઉપર ખૂબ જ ગર્વ થયો તેમજ હવે તે મારી ઉપલબ્ધિથી ખૂબજ ખુશ છે.
આ પણ વાંચોઃ છેડતી/ સ્વીડિશ પેસેન્જરે એરહોસ્ટેસની છેડતી કરતા ધરપકડ કરાઈ
આ પણ વાંચોઃ અમિત શાહ/ ગૃહમંત્રી અમિત શાહનો સાસારામ કાર્યક્રમ રદ્દ, હવે આ જિલ્લાના કાર્યક્રમમાં સામેલ થશે
આ પણ વાંચોઃ લાંચકૌભાંડ-સીબીઆઇ/ લાંચ કૌભાંડમાં ફરાર અધિકારી જાતે હાજર થતાં તંત્રને હાશ
