Lifestyle News/ નારિયેળ તેલમાં મિક્સ કરો આ એક કુદરતી વસ્તુ; ખોડો થશે ગાયબ અને વાળ વધશે બમણી ઝડપે.

નારિયેળ તેલમાં લીમડાના પાન ઉમેરીને બનાવેલું તેલ (Coconut Oil – Neem oil) વાળમાંથી ખોડો દૂર કરે છે અને વાળ ખરતા અટકાવી તેને ઝડપથી લાંબા અને ઘાટા બનાવવામાં મદદ કરે છે.

Trending Health & Fitness Lifestyle
Coconut Oil - Neem oil Hair

Health & Fitness News : આજના સમયમાં વધતા પ્રદૂષણ, કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ અને અસંતુલિત લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગની મહિલાઓ વાળ (Coconut Oil – Neem oil)ખરવા, પાતળા થવા અને અકાળે અટકતી ગ્રોથથી પરેશાન છે. મોંઘા શેમ્પૂ અને હેર ઓઈલ વાપરવા છતાં જ્યારે ઈચ્છિત પરિણામ મળતું નથી, ત્યારે કુદરતી ઘરેલુ ઉપચાર અત્યંત કારગર સાબિત થાય છે. જો તમે પણ વાળને કુદરતી રીતે કાળા, ઘાટા અને લાંબા બનાવવા માંગો છો, તો નારિયેળ તેલ સાથે લીમડાનું મિશ્રણ તમારા માટે વરદાન સમાન છે.

OIL

Coconut Oil – Neem oil  : નારિયેળ તેલ અને લીમડાનું ચમત્કારી ગુણકારી મિશ્રણ

નારિયેળ તેલ અને લીમડો વાળની સંભાળ માટે એક ઉત્તમ ઔષધીય (Medicinal) કોમ્બિનેશન બનાવે છે. બંનેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો સ્કેલ્પના ઈન્ફેક્શનને મૂળમાંથી ખતમ કરે છે.

જરૂરી સામગ્રી: 1 વાટકી શુદ્ધ નારિયેળ તેલ અને 1 મુઠ્ઠી ધોઈને સૂકવેલા તાજા લીમડાના પાન (Neem leaves).

બનાવવાની વિધિ: એક વાસણમાં નારિયેળ તેલ ગરમ કરી તેમાં લીમડાના પાન ઉમેરો. 5 થી 8 મિનિટ સુધી મધ્યમ આંચ પર તેલનો રંગ બદલાય ત્યાં સુધી પાકવા દો. ત્યારબાદ તેલ ગાળીને ઠંડુ કરી બોટલમાં ભરી લો.

ઉપયોગ કરવાની સાચી રીત અને માલિશ પદ્ધતિ

આ તેલને માથાની ત્વચા (Scalp) અને વાળની લંબાઈ પર લગાવીને હળવા હાથે 5 મિનિટ માલિશ કરો. તેને ઓછામાં ઓછા 2 કલાક અથવા આખી રાત માટે વાળમાં રહેવા દો. ત્યારબાદ કોઈ પણ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. સપ્તાહમાં 2 થી 3 વાર આ તેલનો ઉપયોગ કરવાથી વાળનો વિકાસ ઝડપી બને છે.

વાળ માટે લીમડા-નારિયેળ તેલના અદભુત ફાયદા

નિયમિત સેવન અને માલિશથી વાળની અનેક સમસ્યાઓ એકસાથે દૂર થાય છે.વાળને મૂળમાંથી પોષણ આપીને મજબૂત બનાવે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા અટકે છે.

ખોડા (Dandruff) માંથી કાયમી મુક્તિ: એન્ટી-ફંગલ ગુણધર્મોના કારણે ખોડો અને માથાની ખંજવાળ દૂર થાય છે..શુષ્ક, બેજાન અને શુષ્ક વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ રેશમી બને છે.


આ પણ વાંચો :ભીંડાનું શાક ચીકણું થઈ જાય છે? અજમાવો આ ખાસ સિક્રેટ રીત, બનશે હોટલ જેવી સુપર ક્રિસ્પી ભીંડી

આ પણ વાંચો :મોંઘા ફેશિયલ પર પૈસા ખર્ચતા પહેલા અજમાવો આ દેશી નુસખો, ચહેરા પર આવશે કુદરતી ગ્લો

આ પણ વાંચો :ચોમાસામાં બારીમાંથી પાણી ટપકે છે? આ સ્માર્ટ ઉપાયોથી ઘરની દિવાલો અને ફર્નિચરને નુકસાનથી બચાવો