Surat News/ સુરતમાં દારૂની મહેફિલ ઝડપાઈ : 6 કાપડ વેપારી ઝડપાયા, બે દિવસમાં બીજી રેડ

શહેરમાં દારૂની મહેફિલો (Liquor Party)સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે. બે દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે.

Top Stories Gujarat Surat
સુરત (Surat)માં દારૂની મહેફિલો (Liquor Party)સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે

Surat News :  સુરત (Surat)માં દારૂની મહેફિલો (Liquor Party)સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે. બે દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારના જાણીતા રાજહંસ બેલિઝા (Rajhans Beliza Liquor Party)બિલ્ડિંગના ટાવર-Bમાં 16 ઓગસ્ટની મોડી રાત્રે પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા છ કાપડ વેપારીઓને ઝડપી પાડ્યા હતા.

 

પોલીસને ફ્લેટ નંબર 1317માં દારૂની મહેફિલ (Liquor Party)ચાલી રહી હોવાની માહિતી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાંથી વિદેશી દારૂની 14 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત મોબાઈલ ફોન અને એક કાર સહિત કુલ ₹10,07,180નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ફ્લેટમાંથી દારૂની બોટલો મળી

પોલીસે ફ્લેટની તલાશી લેતા જમણી બાજુના રૂમમાં આવેલા કબાટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તપાસમાં ફ્લેટ માલિક અનુપ પુરુષોત્તમભાઈ પાંપાળીયા સહિત અન્ય પાંચ વ્યક્તિઓ દારૂની મહેફિલમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે અનુપ પાંપાળીયા, ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ધીરજ જગદીશભાઈ પાંપાળીયા, આનંદ ભાગીરથ પાંપાળીયા, મુદસીર નાઝીર માંકડા અને ગગન સંતોષકુમાર ચાંડકની ધરપકડ કરી હતી. આરોપીઓ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે.

દારૂ, મોબાઈલ અને કાર સહિત ₹10.07 લાખનો મુદ્દામાલ

પોલીસે સ્થળ પરથી ₹1,07,180ની કિંમતની 14 વિદેશી દારૂની બોટલ (Foreign Liquor Seized), ₹4 લાખની કિંમતના 8 મોબાઈલ ફોન અને ₹5 લાખની કિંમતની એક કાર કબજે કરી હતી. આમ કુલ ₹10,07,180નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસે તમામ છ વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસમાં બીજી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ

સુરતમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂની મહેફિલ (Liquor Party)સામે પોલીસની આ બીજી મોટી કાર્યવાહી છે. અગાઉ મસમા બાપુજીની વાડી ખાતે આવેલા જશ્ન વિલા-12Aમાં મેકઅપ આર્ટિસ્ટ યુવતીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી.

પોલીસની કાર્યવાહીમાં પાર્ટીમાં હાજર યુવક-યુવતીઓ ઝડપાયા હતા. અહીં મોંઘીદાટ લક્ઝરી કારમાં લોકો પાર્ટીમાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. ફાર્મહાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું.

ગેમના ટાસ્કથી નક્કી થતો હતો દારૂનો વારો

પોલીસ તપાસમાં પાર્ટી દરમિયાન લુડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમાતી હોવાની વિગતો સામે આવી હતી. ગેમ દરમિયાન અલગ-અલગ ટાસ્ક અને નિયમો રાખવામાં આવતા હતા અને તેના આધારે કોણે કેટલો દારૂ પીવો તે નક્કી થતું હોવાનું સામે આવ્યું હતું.

જશ્ન વિલામાંથી ઝડપાયેલા લોકોમાં 8 યુવતીઓ અને 14 યુવકોનો સમાવેશ થતો હતો. તેમની ઉંમર 21થી 27 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું હતું. તેમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોનો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સુરતમાં એક તરફ દારૂબંધીના કડક અમલની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ લક્ઝરી બિલ્ડિંગ અને ફાર્મહાઉસમાં યોજાતી આવી પાર્ટીઓ પોલીસ માટે પણ પડકાર બની રહી છે. સતત બે દિવસમાં થયેલી કાર્યવાહીને પગલે હવે આવી ખાનગી પાર્ટીઓ અને દારૂની મહેફિલો પર પોલીસની નજર વધુ કડક બની છે.


આ પણ વાંચો : વડોદરા પોલીસ સ્ટેશન સામે રિક્ષામાં દારૂની મહેફિલ, વીડિયો વાયરલ થતાં 2ની ધરપકડ

આ પણ વાંચો : ગીરના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 11 પુરૂષો અને મહિલાઓ ઝડપાયા, 10 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો : રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસ, પૂજાનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ