Bharuch news/ ભરૂચમાં દહેજ GIDCની કંપનીના સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા, 8 ફાયર ટેન્ડરોએ સંભાળ્યો મોરચો

Bharuch GIDC Fire:  ભરૂચના દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં સોલ્વન્ટના ડ્રમમાં ભીષણ આગ લાગી હતી. 8 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવાયો,

Top Stories Gujarat
Bharuch GIDC Fire

Bharuch GIDC Fire: ભરૂચના દહેજ GIDC વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીમાં સોમવારે વહેલી સવારે વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી હતી. આગના કારણે વેરહાઉસમાંથી ઉંચા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી હતી.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી. અંદાજે 8 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેરહાઉસમાં સોલ્વન્ટના ડ્રમ હોવાથી આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સમય લાગી રહ્યો હતો.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, વેરહાઉસમાં રહેલા સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સ્થળ પર કોઈ બ્લાસ્ટ થયો હોવાની માહિતી નથી. વેરહાઉસમાં ઘટના સમયે કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ફાયર વિભાગે આગ પર મોટાભાગે નિયંત્રણ મેળવી લીધું છે. જોકે, ડ્રમમાં રહેલો સોલ્વન્ટ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગ સંપૂર્ણપણે ઓલવવામાં વધુ એકથી દોઢ કલાકનો સમય લાગી શકે છે.

પ્રાથમિક તપાસમાં સોલ્વન્ટ ઢોળાવાથી અથવા સ્ટેટિક ચાર્જના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:  સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આગ, ACમાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ

આ પણ વાંચો: નોઈડામાં ભીષણ આગ, 2 લોકોના મોત; ઇલેક્ટ્રિક બાઇક બેટરીથી લાગેલી આગમાં 50 પરિવારો બચાવાયા

આ પણ વાંચો: અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ