Junagadh News/ ગીરના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 11 પુરૂષો અને મહિલાઓ ઝડપાયા, 10 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા

Top Stories Gujarat Others

Junagadh News : ગીરના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા 11 પુરૂષો અને મહિલાઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસને માહિતી મળી હતી કે અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી.​

પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ માણતા કુલ 11 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં 7 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગુજરાતના અલગ-અલગ શહેરો જેવા કે રાજકોટ, મોરબી, સુરત, અમદાવાદ તેમજ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે.

ધરપકડ કરાયેલા શખ્સોમાં મેહુલ હરદાસભાઈ બારડ (રહે. ગીર ખોરાસા, હાલ અંબાળા), મુકેશ નરશીભાઈ પણસારા (રહે. રાજકોટ), કેવલ અર્જુનભાઈ ચોવટીયા (રહે. રાજકોટ), ​દર્શન જગદીશભાઈ છત્રાળા (રહે. રાજકોટ), હરીશકુમાર જસવંતભાઈ ભેંસદળીયા (રહે. મોરબી), મનીષ જીવણભાઈ રગીયા (રહે. મોરબી), ​ધવલ ખીમજીભાઈ ઘોડાસરા (રહે. મોરબી),નો સમાવેશ થાય છે.

ઝડપાયેલા આરોપીઓમાં મહેફિલનું આયોજન કરનાર મેહુલ બારડનો પણ સમાવેશ થાય છે, જેની સામે અગાઉ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં એક આરોપી માનસિંગ સિસોદિયા હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.​

અહીંથી પોલીસે 55,080 રૂપિયાનો વિદેશી દારૂ તથા અન્ય કિંમતી વસ્તુઓ મળીને કુલ 10,53,080 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. એ.એચ. હેરભા ચલાવી રહ્યા છે. આ સફળ કામગીરીમાં મેંદરડા પોલીસના પી.સી.સરવૈયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના બાજવામાં વરસાદથી માનવસર્જિત પૂર, નાગરિકોમાં રોષ

આ પણ વાંચો:વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા

આ પણ વાંચો:વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત