Veraval News : વેરાવેળમાં આધારકાર્ડ કેન્દ્ર પર આધારકાર્ડને લગતી કામગીરી માટે લાંચ લેનારા કોમ્પ્યુટર ઓપરેટર નૈમિશ મહેતાને ACBની ટીમે ઝડપી લીધો હતો.આ કેસની વિગત મુજબ ACBને ખાનગી રાહે માહિતી મળી હતી કે વેરાવળ શહેરમાં આવેલ આધાર કેન્દ્ર CSC ઉપર અરજદારો આધાર કાર્ડમાં સુધારા-વધારા અથવા તો આધાર કાર્ડને લગતી કામગીરી માટે જાય છે.
તે વખતે સરકારીદ્વારા નિયત કરેલ ફી ઉપરાંત વધારાના લાંચના રૂપિયા 100 થી 500 સુધી લેવામાં આવે છે. ઉપરાંત લાંચની રકમ ન આપે તો લાઈનમાં ઉભા રખાવી વાધાં-વચકા કાઢી અવાર-નવાર ધક્કા ખવડાવી અરજદારોને હેરાન-પરેશાન કરવામાં આવે છે. લાંચની માંગણી કરતા હોવાની ચોકકસ બાતમી મળી હતી.
જેને આધારે વેરાવળ ડાભોર રોડ, CSC આધાર કેન્દ્ર ખાતે લાંચના છટકા આરોપી નૈમિશ દિનેશચંદ્ર મહેતા કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારીત),UIDAI, મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કાયદેસરની ફી સિવાયના વધારાના રૂપિયાની માગણી કરી, રૂ. 100ની લાંચ સ્વીકારી,પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો:વડોદરાના બાજવામાં વરસાદથી માનવસર્જિત પૂર, નાગરિકોમાં રોષ
આ પણ વાંચો:વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા
આ પણ વાંચો:વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત
