Lifestyle News : વરસાદની મોસમમાં સતત પડતા ધોધમાર વરસાદ અને વાવાઝોડા જેવા પવનને કારણે બારીઓ ના ખૂણામાંથી કે ફ્રેમમાંથી પાણી(window water leakage) અંદર આવવાની સમસ્યા ઘરોમાં વારંવાર જોવા મળે છે. શરૂઆતમાં આ પાણીનું પ્રમાણ ખૂબ ઓછું લાગે છે, પરંતુ જો સમયસર તેનો ઉકેલ ન લાવવામાં આવે તો આ જ ભેજ ઘરની મોંઘી દિવાલો, લાકડાના ફ્લોરિંગ અને આસપાસના ઈન્ટિરીયર (Interior)ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેથી ચોમાસા દરમિયાન બારીની ફ્રેમ અને સીલિંગનું યોગ્ય નિરીક્ષણ કરીને ત્વરિત પગલાં લેવા અત્યંત જરૂરી છે.
window water leakage: બારીઓમાંથી પાણી ઘૂસવાનું અસલ કારણ શું છે?
બારીમાંથી પાણી ટપકવા પાછળ મુખ્યત્વે સીલંટ અને વેધર સ્ટ્રીપિંગનું ક્ષતિગ્રસ્ત (Damaged)થવું જવાબદાર હોય છે.બારીની ફ્રેમ અને દિવાલ વચ્ચે લગાવેલું સીલંટ સમય જતાં તાપમાનના કારણે સુકાઈ જાય છે અને તેમાં નાની તિરાડો પડી જાય છે, જ્યાંથી વરસાદી પાણી ઘરમાં પ્રવેશ કરે છે.
બારીના પેનલ્સ વચ્ચેની જગ્યા પૂરવા માટે વપરાતું સ્ટ્રીપિંગ જૂનું થઈ જતાં બારી બંધ હોવા છતાં સૂક્ષ્મ જગ્યા (Subtle space)ઓ રહી જાય છે. જૂના સીલંટને દૂર કરીને નવું એક્સટીરિયર સીલંટ (Exterior Sealant) લગાવવું અને સ્ટ્રીપિંગ બદલવું આ સમસ્યાનો કાયમી ઉકેલ છે.
ફ્રેમની સફાઈ અને ડ્રેનેજ હોલ્સ ખુલ્લા રાખવાની ખાસ ટીપ્સ
કેટલીકવાર પાણી સીલિંગ સિવાય બારીની ફ્રેમમાં ભરાઈ જવાને કારણે અંદર ટપકે છે.બારીની ચેનલમાં નીચે રહેલા નાના વોટર ડ્રેનેજ હોલ્સમાં કચરો કે પાંદડાં જમા થઈ જવાથી પાણી બહાર નીકળી શકતું નથી અને ઉભરાઈને રૂમમાં આવે છે. તેને નિયમિત સાફ કરવા જોઈએ.જૂની લાકડાની બારીઓમાં ભેજના કારણે બાંક પડી જાય છે. ચોમાસા પહેલાં જ આ ગાબડાં પૂરી દેવાથી મોટા લીકેજમાંથી બચી શકાય છે.
ઘરમાં પાણી ટપકે ત્યારે તાત્કાલિક કરો આ સરળ કામ
જો વરસાદ દરમિયાન અચાનક પાણી અંદર આવવા લાગે, તો સૌથી પહેલાં બારી નજીક રાખેલું ફર્નિચર, ઈલેક્ટ્રોનિક સાધનો અને કાર્પેટને ખસેડી લો. જમીન પર ભેજ કે પાણી જમા ન રહે તે માટે તેને તાત્કાલિક સાફ કરી સુકવી દો. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ આખી બારીનું ઈન્સ્પેક્શન કરાવવાની ટેવ રાખવાથી ભવિષ્યના મોટા રિપેરિંગ ખર્ચમાંથી બચી શકાય છે.
આ પણ વાંચો :ફ્રિજ વગર કાપેલું તરબૂચ બહાર રહેશે તાજું; અજમાવો આ સરળ ‘દેશી જુગાડ’
આ પણ વાંચો :ચોમાસામાં મચ્છર-માખીઓથી મુક્તિ મેળવવા અપનાવો આ સરળ ટિપ્સ, બીમારીઓ રહેશે દૂર
આ પણ વાંચો :ચોમાસામાં ઘરની દીવાલો પર ફૂગ અને ભેજથી છો પરેશાન? અજમાવો આ પાંચ સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપાયો!
